સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં તાજેતરમાં જ વર્ષ 2020-21ના વર્ષનો AQAR (એન્યૂઅલ ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટ) સબમિટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ એક્યુએઆરમાંથી સ્પષ્ટ થાય છે. અગાઉના વર્ષોમાં એક્યુએઆર તૈયાર કરવામાં જરૂરી કાળજી નહીં લેવામાં આવી હોવાને લીધે નેકમાં યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ‘બી’ ગ્રેડ યુનિવર્સિટી છે ત્યારે હવે પછીના વર્ષમાં યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન, વહીવટી સહિતની કામગીરીમાં સુધારો કરી વ્યવસ્થિત બનાવીને નેકમાં મોકલવામાં આવશે તો સારું પરિણામ આવશે તેવું પણ શિક્ષણવિદો કહી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદોએ અગાઉ પણ કુલપતિ સમક્ષ માગણી કરી હતી કે, AQAR રિપોર્ટ આઈક્યુએસી દ્વારા ફાઈનલ કરી નેકમાં મોકલવામાં આવે તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનના તમામ અધ્યાપકોને અને અધ્યક્ષોને તેની નકલ મોકલવા ઉ૫૨ાંત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના ડીન, અધ૨ધેન ડીન, સિન્ડિકેટ સભ્યો, જુદી જુદી ચે૨ના નિયામકો વગેરે લોકો પાસેથી આઈક્યુએસીએ તૈયા૨ કરેલા એક્યુએઆ૨માં કોઈ બાબતો રહી જતી હોય તો તે મગાવી તેની ચર્ચા કર્યા બાદ ફાઈનલ એક્યુએઆર સબમિટ કરવો. ગુરુવારે કુલપતિ ના માર્ગદર્શન હેઠળ IAQC ના ડાયરેક્ટર અને ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષ દ્વારા વર્ષ 2020-21નો એક્યુએઆર ડેટા નેકમાં મોકલવામાં આવ્યો છે. આ ડેટાના આધાર પર નેક કમિટી યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરે છે.