રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ
રાજપુત કરણી સેના કેશોદ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીંકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહયા છે યુવરાજે ઉઠાવેલ અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીમાં થતી ગેરરીતી બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપી રહયા છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ ૩૦૭, ૩૩૨ જેની કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુકત કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે સાથે તેના સમર્થનમાં રાજપુત કરણી સેના પ્રમુખ પ્રતિપાલસિંહ રાયજાદા તથા મંત્રી બી કે રાયજાદા તથા રાજપુત કરણી સેના ટીમ વતી મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે