દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ચાલી રહેલ છે અને ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવેલ છે. ગોધરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેઓની રજુઆત થી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ ૫૮ નવીન પંચાયત ઘર પૈકી ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૪ લાખ ના ખર્ચે તલાટી ના નિવાસ સ્થાન સાથેનું નવીન પંચાયત ઘર ના વિકાસના કામનું ખાતમુહર્ત ધારાસભ્ય ગોધરા દ્વારા કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પંચાયતના દંડક એ.બી પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. આ પંચાયત ઘરમાં ચૂંટાયેલા સરપંચ, ડેપ્યુટી સરપંચ, સદસ્યઓ અને ગ્રામજનો તમામ પ્રકારની સરકારી યોજનાઓ લાભો સહિત સુવિધાઓ મળી રહેશે. ધારાસભ્ય જણાવેલ કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શન, સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અદયક્ષ સી.આર. પાટીલજી દ્વારા રાજ્યના છેવાડાનાં માનવી સુધી વિકાસના કામો નિરંતર મળે અને ગામડાનો વિકાસ થાય, સમૃધ્ધ બને તેવા કાર્યો થઈ રહ્યા છે. અને લાખો રૂપિયાના વિકાસના કામો અંતરીયાળ ગામોમાં કરવામાં આવી રહ્યાં છે. વડેલાવ ગામના વિકાસ માટે આગામી સમયમાં રસ્તો, પીવાના પાણી માટે નલ સે જલ ની યોજના, ગામને વિક્ષેપ વગરની વીજળી, સિંચાઇની સુવિધા સહિત અન્ય પ્રાથમિક સુવિધાના વિકાસના કામોનું પણ ખાત મૂહુર્ત અને લોકાર્પણ થવાનું છે. તમામ ગ્રામજનોએ ધારાસભ્ય ગોધરા નું ભવ્ય સ્વાગત કરી ગામમાં કરેલ વિકાસ માટે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યકમ જિલ્લા પંચાયત પંચમહાલના દડક અરવિંદસિંહ પરમાર , તાલુકા પંચાયત સભ્યઓ, પી.એલ બારીયા, મોહનભાઇ સંઘડા, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, માજી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Home > Madhya Gujarat > Godhra > ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વ્રારા વડેલાવ ગામે નવીન પંચાયત ધરનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.