રાજ્યમાં તબીબો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે જામનગરમાં પણ 160 થી વધુ તબીબો હડતાળ કરી રહ્યા છે. આજે હડતાળના ચોથા દિવસે તબીબોએ ગાયત્રી હવનનું આયોજન કરી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યુ હતું. ગુજરાતભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી જી હોસ્પિટલમાં તબીબો શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સતત ચોથા દિવસે અચોક્કસ મુદ્દતની હડતાળ પણ બેઠા છે. એમ પી શાહ મેડિકલ કોલેજના પટાંગણમાં આવેલા હોલમાં તબીબોએ પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે આજરોજ ગાયત્રી હવન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ડોક્ટરો દ્વારા ખાસ કરીને હવનમાં પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના પડતર પ્રશ્ને નિરાકરણ માટે વિરોધ પ્રદર્શન કરી સરકારને પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. એમ.પી.શાહ મેડીકલ કોલેજના શિક્ષણ તબીબો દરરોજ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકારને પોતાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. તેમાં સૌ પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પર બેઠા હતા. ત્યારબાદ હનુમાન ચાલીસા, રામ ધુન અને કૃષ્ણ ગીત ગાયા હતા. જે બાદ ત્રીજા દિવસે રાષ્ટ્રભક્તિના ગીત, રાષ્ટ્રગીત તેમજ સમગ્ર એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી.હોસ્પિટલમાં રેલી યોજી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આજરોજ સતત ચોથા દિવસે તબીબો ડોક્ટરો દ્વારા ગાયત્રી હવન કરી પોતાના પ્રશ્નનો જલ્દીથી નિરાકરણ આવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં તબીબોની હડતાળ ચાલી રહી છે. જેને લઈ દર્દીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જી.જી હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં તબીબોની હડતાળના કારણે ડોક્ટરો હાજર ન હોવાથી સવારથી જ સારવાર માટે મહિલાઓની મોટી કતારો લાગી હતી. જ્યારે સોનોગ્રાફી વિભાગમાં માત્ર એક જ ડોક્ટર હોવાના કારણે મોટી સંખ્યામાં મહિલા દર્દીઓને સારવાર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Home > Saurashtra > Jamnagar > જામનગરમાં તબીબોએ આજે હડતાળના ચોથા દિવસે ગાયત્રી હવન કરી વિરોધ પ્રદર્શન કર્યુ.