પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરવામાં આવ્યું. રાજકોટ મનપાના 4 પુસ્તકાલયોમાં એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો છે. જ્યારે માર્ચ માસમાં નવા 299 સભ્યો જોડાયા છે. આ સાથે આ પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરાયાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, ડો.બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટે મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 1 & 2 તથા નાનામવા મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાંચનાલયમાં સભ્યોની માંગણીને ધ્યાનમાં રાખી એપ્રિલ માસમાં 1200 નવાં પુસ્તકો, જેમાં સાહિત્ય, નવલકથા, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાનાં પુસ્તકો તથા બાળકો માટે નવી સ્ટોરી બુક્સ ડિસ્પ્લેમાં મુકવામાં આવેલ છે. સ્પર્ધાત્મક પરિક્ષાને અનુલક્ષીને પુસ્તકો મુકાયા. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાને અનુલક્ષીને GPSC, કોન્સ્ટેબલ, પી.એસ.આઈ, બિન સચિવાલય, હેડ કલાર્ક, જેવી પરીક્ષાનાં પુસ્તકો ડિસ્પ્લેમાં મુકવામાં આવેલ છે. બાળકો માટે રમકડાં, પઝલ્સ, ગેઈમ્સ, વગેરે પણ ડિસ્પ્લેમાં મુકવામાં આવેલ છે. શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ તરફથી કરવામાં આવી રહ્યા છે.