આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ-૬૨ ગામોને પીવાના પાણી માટે મહીકેનાલ આધારિત કનેવાલ, પરીએજ અને રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહી સિંચાઈ વિભાગના સંકલનમાં રહી આ જૂથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણી હેતુ માટે જરૂરિયાત પુરતું પાણી વહેવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જો કે મહી કેનાલમાં પુરતું પાણી ન હોવાથી જો ખેડૂતો દ્વારા પાણીના જથ્થાને તથા પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા છે. જેને ધ્યાને લઈ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ મનોજ દક્ષિણી દ્વારા આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાંથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાંથી તેમજ કનેવાલ તળાવ તથા રાસ તળાવમાંથી ખેડૂતો દ્વારા મશીનો મૂકીને ખેતરોમાંથી સિંચાઈના હેતુ માટે પાણી નહીં ઉપાડવા પ્રતિબંધ ફરમાવાયો છે. આ પ્રતિબંધ તા. ૩૧-૭-૨૦૨૨ સુધી લાગુ રહેશે.
Home > Uncategorized > મહી કેનાલ અને કનેવાલ તથા રાસ તળાવમાંથી સિંચાઇ માટે પાણી લેવા સામે પ્રતિબંધ જાહેર.