વડોદરામાં સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ.

Latest vadodara

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી બંધ રહેલા વાઘોડિયા રોડ સ્થિત સ્વિમિંગ પુલ ને ગઈ કાલથી ચાલુ કરાવ્યો છે, પરંતુ હજી કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે ચાલુ કરાવવા માંગ ઉઠી છે. સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે તેના સભ્યો અને સિનિયર સિટીઝનો દ્વારા ગઇકાલે જ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાને રજૂઆત કરી હતી. તેમણે જ્યારે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત સ્વિમિંગ પુલની જે તે સમયે વિઝીટ કરી હતી ત્યારે ત્રણ વર્ષથી બંધ સરદાર બાગ સ્વીમિંગ પૂલની ચાલુ કરાવવા માંગ કરી હતી. અહીં ગટરનું પાણી સ્વિમિંગ પૂલમાં આવી જતું હોવા ઉપરાંત ટાઈલ્સો તૂટી ગઈ છે અને ક્લોરીનેશન નો પણ પ્રશ્ન છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવાથી રિપેરિંગ પાછળ ઘણો સમય જાય તેમ હોવાથી આ ઉનાળામાં તરવૈયાઓ ને સરદાર બાગ સ્વીમિંગ પુલનો લાભ મળે તેમ લાગતું નથી. દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષને આ મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી સ્વિમિંગપુલ બાદ હવે સરદારબાગ પણ ચાલુ કરાવવાનો છે. આ માટે જે કંઈ જરૂરી કામગીરી કરવાની  છે તેના ખર્ચનો અંદાજ ટૂંક સમયમાં મળી જશે. કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ, વાઘોડિયા રોડ, લાલ બાલ અને સરદારબાગ એમ કુલ ચાર સ્વીમીંગ પુલ છે. જેમાંથી ત્રણ ચાલુ છે. ચાલુ વર્ષના બજેટમાં દર્શાવ્યું છે કે લાલબાગ અને વડીવાડી સરદાર બાગ ખાતે પાંચ કરોડના ખર્ચે હયાત સ્વિમિંગ પુલનું રીનોવેશન કરવાનું કામ આયોજન હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *