ગુજરાત સરકાર શિક્ષણને લઈને હંમેશા ચિંતીત હોય છે. પરંતુ શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી. સ્થાનિક શિક્ષકોની ભરતી કરાતી નથી સમયસર ચોપડા મળતા નથી. બસો નિયમિત આવતી નથી આવી અનેક સમશ્યાઓ છે. કોંગ્રેસ 1 કિલો મીટરે 1 સ્કૂલ શરૂ કરવા કહે છે, આમ આદમી પાર્ટી ખાનગી સ્કૂલોને સરકારી બનાવવાની વાત કરે છે, ત્યારે 30 વર્ષથી શાસન રહેલ ભાજપ સરકારે અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં 45 જેટલી સ્કૂલો મર્જ (બંધ) કરાવી અને હાલ 29 જેટલી સ્કૂલો જિલ્લામાં એવી છે કે 1 મકાનમાં એક રૂમમાં એક છત નીચે 50થી વધુ બાળકો 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણાવે છે. એક શિક્ષક કયા ધોરણને કેટલું ન્યાય આપે, જેમાં વહીવટી કામગીરી ઓનલાઇન હાજરી સહીત અનેક જવાબદારીઓ હોય છે. ત્યારે સરકારને આ બધી સમસ્યાઓ નથી દેખાતી કેમ ત્યાં રેગ્યુલર શિક્ષકો કે પ્રવાસી શિક્ષકો નથી ફાળવતાં આદિવાસી જિલ્લાઓની આવી હાલત આખરે સુધારશે કોણ એ જોવું રહ્યું. નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિક જાહેર કરવામાં આવ્યો હોય નીતિ આયોગ હેઠળ શિક્ષણ સુધારાણાની કામગીરી ચાલુ જ છે ત્યારે નવા ઓરડા બનાવવામાં આવે છે સ્માર્ટ્સ ક્લાસીસ બનાવવામાં આવે છે પરંતુ નીતિ આયોગની ટીમને આવા એક શિક્ષક વળી સ્કૂલો દેખાતી નથી આવી 29 સ્કૂલોના 50 વિદ્યાર્થીઓ ની જો વાત કરીએ તો 1500થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી હાલ અંધકારમય છે. જેની જવાબદારી કોની. જેથી જિલ્લા કલેક્ટર આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી શિક્ષકોનું મહેકમ ભરવા રજૂઆતો કરવી જરૂરી બન્યું છે. જિલ્લામાં 29 શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 62નું છે હાલ તમામમાં 1 શિક્ષક એટલે 29 શિક્ષકો છે 33 શિક્ષકોની ઘટ છે. મોહબી પ્રાથમિક શાળામાં તો 5 શિક્ષકના મહેકમ વચ્ચે માત્ર 1 શિક્ષક છે અને બાળકોની સંખ્યા પણ વધુ છે. જેથી પ્રવાસી શિક્ષકો મુકવા જરૂરી છે હાલ પ્રવાસી શિક્ષકો મુકવાની કામગીરી ચાલુ કરી છે. કેટલી સ્કૂલોમાં મુક્યા પણ છે. બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવા પડે છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત ને પગલે શિક્ષણ કાર્ય બરાબર ચાલતું નથી એટલે જો પ્રાથમિક શાળામાં બાળકોનું ધ્યાન ના રખાય તો મૂળ શિક્ષણ નો પાયો કાચો રહી જાય એટલે એ બાળક ભવિષ્યમાં ક્યારેય ભણી ના શકે એટલે સરકાર શિક્ષકો ની ભરતી કરે સારા શિક્ષણ માટે અમારે ના છૂટકે ખાનગી સ્કૂલોમાં ભણાવવા પડે છે. વડોદરા અમદાવાદ મોંઘી ફી ખર્ચી ને પણ ભણાવવા પડે છે અને જેમાં પણ જે માલદાર હોય તે રૂપિયા ખર્ચે બાકીના સુ કરે એટલે શિક્ષકો મુકવા જરૂરી છે.