નર્મદા જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો આકારો થતો જાય છે,ઉનાળાની શરૂઆત માજ હાલ 43 ડીગ્રી એ તાપમાન પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક રહીશો નદી નાળા માં નાહવા કરતા સ્વિમિંગ પૂલમાં નાહવાની મઝા શોધતા હોય છે. પરંતુ કોરોના કાળ માં છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ રાખવામાં આવ્યા હોય. લોકો ઉનાળાના આકરા તાપામા પણ બહાર નીકળી નહોતા સકતા કે કોઈ નદીનાળામાં પણ નાહવાની કોશિશ નહોતા કરતા હવે જયારે કોરોના ની અસર ઓછી થઇ ગઈ હોય આ વર્ષે સ્વિમિંગ પૂલો ચાલુ કરવામાં આવી રહયા છે. એટલે મહિલાઓ બાળકો ને પુરુષોમાં સિનિયર સિટીઝન્સ તમામ વર્ગ માં સ્વિમિંગ ને લઈને ક્રેઝ વધ્યો છે. રાજપીપલા શહેરમાં એક માત્ર સ્વિમિંગ પૂલ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે ગરમી પણ વધુ હોય શહેરના લોકો મોટી સંખ્યામાં આ સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી મઝા માણવા અને તરતા શીખવા જાય છે. સંસ્થાના સ્વિમિંગ કોચ તરીકે પ્રો.જડી પટેલ, સહીત સ્વિમિંગ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે અને સ્વિમિંગ કેવી રીતે કરવું એનું ધ્યાન રાખે છે. અને શીખવાડવા સાથે પાણીની શુધ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જિલ્લાના સ્થાનિક અધિકારીઓ પોલીસ અધિકારીઓ પણ સ્વિમિંગ કરી મઝા લઇ રહ્યા છે અને ગરમીથી રાહત અનુભવી રહ્યા છે.