ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે આણંદ જિ્લ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે નહેરોમાં સિંચાઇનું પાણી બંધ કરી દેવાતાં વાવેતર કરવામા આવેલ ખેતી પાક સુકાઈ રહયો છે. અત્યાર સુધીમાં માત્ર 39209 હેકટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયેલ છે. ગત વર્ષે આ સમયે 51474 હેકટરમાં વાવતેર ખેતરો થયું હતું. ઉનાળામાં ખેતી પાકની વાવેતરની જરૂરીયાત સમયે પાણી નહીં મળતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો છે. આણંદ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ઉનાળુ શરૂ થતાંની સાથે સૌ પ્રથમ બાજરી પાક 16935,મગ 425, મગફળી 8, તલ 4, ડુંગરી 15,શાકભાજી 8777, ઘાસચારો 8306 અને ડાંગર 4738 હેકટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. પરંતુ સિંચાઇ વિભાગે ખેડૂતોની જણ બહાર31મી માર્ચે પાણી બંધ કરી દેવાતાં ખેતરમાં ઉભા પાક બળી રહ્યો છે. જયારે અન્ય ખેડૂતો ખેતી પાક નહીં કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જયારે આણંદ જિલ્લામાં ત્રણ વર્ષ તાલુકા એવરેજ મુજબ ખેતી પાક આણંદ તાલુકામાં ઉનાળુ સીઝનમાં 7344, આંકલાવ તાલુકામાં 8595, બોરસદ તાલુકામાં 13842, 4704, પેટલાદ 6156 સહિત સોજીત્રા 2502,તારાપુર 1603, ઉમરેઠ 6724 સહિત 51474 હેકટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયેલ હોવાનું ખેતીવાડી વિભાગના ચોપડે નોંધાયેલ છે.જેનો રીપોર્ટ અમદાવાદ વડી કચેરી મોકવવામાં આવે છે. આણંદ જિલ્લામાં 31મી માર્ચે કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં પુરતા પ્રમાણ વીજળી પણ આપવામાં આવતી નથી.ત્યારે બાજરીના પાકને 6 થી 7 વખત પિયતની જરૂર પડે છે. જેથી ખેડૂતોએ આ વખતે બાજરીની રોપણી ટાળી રહ્યાં છે.
Home > Madhya Gujarat > Anand > ઉનાળુ સિઝનને સિંચાઇના પાણીનુ ગ્રહણ નડ્યું જિલ્લામાં માત્ર 39209 હેક્ટરમાં વાવેતર થયું.