જામનગરથી માટેલ પદયાત્રા સંઘ જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષથી માટેલ પદયાત્રા સંઘ લઈ જવામાં આવે છે, જેમાં આ વર્ષ તા. 6ને ગુરૂવારના પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા પદયાત્રા સંઘ બાવન ગજની ધજા સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના જોડાયા હતાં. પદયાત્રામાં ચા-નાસ્તો, ભોજન સહિત મેડીકલ સેવાઓ પુરી પાડવામાં આવશે છે. જામનગર શહેરમાં દર ચૈત્રી નવરાત્રીએ જોગવડ ગ્રુપના નેજા હેઠળ ખુબ મોટી સંખ્યામાં લોકો જામનગરથી માટેલ પદયાત્રા કરવા જતા હોય છે ત્યારે આ વર્ષે પણ લોકો મોટી સંખ્યામાં તા. 6ના બપોરે 3 વાગ્યે પદયાત્રાનું પ્રસ્થાન સુભાષ શાકમાર્કેટ, ગિરધારી મંદિર પાછળ, દેવુભાના ચોકથી કરાવવામાં આવ્યું હતું.આ પ્રસ્થાન વેળાએ પદયાત્રા સંઘમાં જનારા ભકતોનું ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું અને ફુલહાર કરી શહેરીજનોએ પદયાત્રીઓને રવાના કર્યા હતાં, જેમાં શહેરના વેપારીઓ, વિવિધ સંસ્થાના હોદેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
Home > Saurashtra > Jamnagar > જામનગરથી માટેલ જવા વાજતે-ગાજતે પદયાત્રા સંઘ રવાના, 1200 જેટલા પદયાત્રીઓ જોડાયા.