ગુજરાત બોર્ડની પરીક્ષાનો આઠમો દિવસ છે. ત્યારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતા વિધાર્થીઓ હાશકારો અનુભવ્યો હતા.એક પણ કોપી કેસ નોંધાયો નહી હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થી લખનભાઈએ જણાવ્યું હતું કે, બુધવારનું પેપર એકદમ સરળ હતું. પેપરમાં સેક્શન Aમાં 2 પ્રશ્નો હતા એક માર્કસના એ થોડા મુશ્કેલ હતા, પરંતુ તે પ્રશ્નો પણ ટેક્સબુકના જ હતા.પરંતુ આજનું પેપર સરળ હતું.જો કે ધો.10 સામાજિક વિજ્ઞાાન વિષય પેપરમા હાજર કુલ 28397 અને 950 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ધો.12મા મનોવિજ્ઞાન વિષય પેપરમાં કુલ 1424 હાજર રહ્યા હતા અને 40 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.10 અને ધો.12 બોર્ડની પરિક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નહી.આમ દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા પુર્ણ થતા શિક્ષણ વિભાગ સહિત વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.