ભાવનગરની સરકારી શાળાઓમાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા માટે બાળકોને મળતી શૈક્ષણિક સુવિધાઓ પણ મોટાભાગે જવાબદાર છે. કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર 2020માં શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બિલ્ડીંગનો સર્વે કરી કોર્પોરેશન હસ્તકની જર્જરિત શાળાઓને રીપેરીંગ કરવા રૂ. 3.32 કરોડનો અંદાજ પણ માંડ્યો હતો. પરંતુ તે 46 જર્જરીત શાળાનો રિપેરિંગ માત્ર સર્વમાં જ રહી ગયો. અને અનેક શાળાના જર્જરિત બિલ્ડીંગો હેઠળ ભણતા ભાવિ પણ ભયભીત રહે છે. જેમાં પણ સ્થાપત્યના અદભૂત નમુના સમાન બાર્ટન સ્કુલ તો જાળવણીના અભાવે એટલી જીર્ણ થઈ ગઈ છે કે, બાળકો કબૂતર ખાનામાં ભણતા હોય તેવા હાલ છે. ભાવનગર કોર્પોરેશન બ્યુટીફિકેશન પાછળ કરોડોનો ખર્ચ કરી વિકાસની બડાશો હાંકે છે પરંતુ શૈક્ષણિક સુવિધા પાછળ ભાવેણાના ભાવિની જરાય દરકાર નથી. કોર્પોરેશનને ત્રણેક કરોડની ગ્રાન્ટ આવીને ઘણા સમયથી પડી છે પરંતુ એક ફદિયુંય વાપર્યું નથી.જેમાં મોટાભાગની શાળાઓ જે લાકડાના સ્ટ્રક્ચરમાં બનાવી હોય તેમાં ઉદય થઈ ગઈ છે, મોટાભાગના ટોયલેટ રીપેરીંગ માંગે છે, ફ્લોરિંગ અને અગાસીની લાદીઓ પણ તૂટેલી છે. પ્લાસ્ટર ના તો નામોનિશાન રહ્યા નથી, છત પરથી પડતા ગાબડાઓ અને જીર્ણ થઈ ગયેલા ઈલેક્ટ્રીક વાયરીંગ મોટી દુર્ઘટનાની શક્યતાને બળવત્તર બનાવે છે. કોર્પો. સંચાલિત કે.વ.શાળા નં. 31,33 ના ટોઇલેટ સાવ જર્જરિત બની ગયાં છે. ટોઇલેટના અભાવે બાળકોના જ ટોઈલેટમાં શિક્ષકોને ઉપયોગ કરવા પડે છે. જેમાં પણ ટોઇલેટ બહારની છતમાંથી મોટા ગાબડા પડી પડતાં બાળકોને ઇજા થતી બચી ગયાં હતાં. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ઘણી શાળાઓના બિલ્ડીંગો જર્જરિત બની ગયાં છે. જેનો સર્વે પણ થઈ ચુક્યો છે. રિપેરિંગ માટે કોર્પોરેશન અને એસ.એસ.એ.ને લેખિતમાં જાણ કરાઈ છે. અને જે નોંધ શિક્ષણ મંત્રી દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટને પણ કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. શાળા નંબર 31 અને 33 પુરાતન બિલ્ડિંગની રૂબરૂ મુલાકાતમાં ટેકનિકલ એકસ્પર્ટ જ્યોતીન્દ્ર અજવાળીયાએ જણાવ્યું હતું કે, મહારાજા તખ્તસિંહજીએ આ હેરિટેજ બિલ્ડીંગ ખાસ તો તેમની કુંવરીને આ શાળામાં દાખલ કરી કન્યા કેળવણીને વેગ આપેલો હતો. કલા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. ઈમારતની બહારની દિવાલે કોરનિક લેવલ ઉપર કમાન માસ્ક લગાવેલા છે. કુલ 25 મોહરા હતા જેમાંથી હાલમાં 24 મહોરા ઉપલબ્ધ છે. એક પણ કોલમ કે બીમ વગર લાકડાની કોતરણી સાથે બનાવેલી ટ્રેસ ઉપર રૂફ ટેકવી વિશાળ હોલ બનાવેલો છે બંને દીવાલે વુડન પોર્ટલ ફ્રેમના પશુ પ્રાણીઓના મોહરા સ્થાપિત છે. પરંતુ આ તમામ કલા સ્થાપત્ય સહિત સ્કૂલનું બાંધકામ જીર્ણ થઈ ગયું છે
Home > Saurashtra > Bhavnagar > ભાવનગરની મ્યુનિસિપલ શાળાઓમાં દુર્ઘટના થાય તો તંત્ર જ જવાબદાર કારણ કે 3 કરોડની ગ્રાન્ટ પડી છે છતાં શાળાઓ રિપેર થતી નથી.