રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ
સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી વયાનડાનું કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને પાઠક સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોનું ગુલાબ અને ખાદીના રૂમાલ આપી સ્વાગત કર્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદ તેમજ પાઠક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કેશોદમાં સોમનાથ થી શરૂ થયેલ ગીતા માર્ચ દાંડી યાત્રા આવી પહોંચતા કેશોદના ભારત વિકાસ પરિષદના ડો.સ્નેહલ તન્ના .મહાવીર સિંહ જાડેજા નીતિનભાઈ બુટાણી આર.પી.સોલંકી ઉષા બેન લાડાણી તેમજ અન્યો હાજર રહ્યા હતા અને આ દાંડી યાત્રા મથુરા વાસી રામકૃષ્ણ ગોસ્વામીજી તેમજ ડો.જે.એમ પનારા રાજપુરોહિત અશોકભાઈ દલસાણીયા તેમજ આવનાર મહેમાનોનું ભારત વિકાસ પરિષદ દ્વારા ગુલાબ અને ખાદીના રૂમાલ સાથે સ્વાગત કરાયું હતું અને ચરિત્ર નિર્માણ હેતુ ગીતા માર્ચ ગાંધી દાંડી યાત્રા અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે કેશોદ ના પાઠક સ્કૂલ ખાતે આ યાત્રા આવી પહોંચતા તમામનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા દ્વારા યુવાનો તથા પ્રબુદ્ધ વ્યક્તિઓ જેમાં ઉધોગપતિઓ રાજકારણીઓ શિક્ષકો કલાસ-1-2 અધિકારીગણ વગેરેને ભાગવત ગીતા આધારિત રાષ્ટ્ર નિર્માણમાં તેમની ફરજ અને તેમનો હિસ્સો શું છે. તેમનું માર્ગદર્શન દ્વારા શબ્દને મજબૂત કરવાંનો પ્રયાસ કરવામાં આવી રહેલ છે.