ડો. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયોજીત નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેશોદના એમવી બોદર આહિર સમાજ મુકામે ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો.સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ અને ગુજરાત આહીર સમાજ પ્રમુખ પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહર ભાઈ ચાવડાના સહયોગથી એમ.વી. બોદર આહીર સમાજ મુકામે આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પ સાથે જરૂરી દવાઓનો ફ્રી કેમ્પ યોજવામાં આવેલ. જેમાં રાજ જવાહર ચાવડાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ કેમ્પમાં જુદા જુદા નીષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને નિદાન અને ફ્રીમાં જરૂરી દવાઓ આપવામાં આવેલ આયુર્વેદિક કેમ્પમાં કેશોદ આહીર સમાજના પ્રમુખશ્રી કરશનભાઇ બોદર ટ્રસ્ટી શ્રી સરમણભાઈ પીઠીયા,સરમણભાઈ સોલંકી, સામતભાઈ બારીયા તથા અશ્વિનભાઈ ખટારીયા, પૂજાભાઈ બોદર, દેશાભાઈ હેરભા જગમાલભાઈ નંદાણીયા, જયેશભાઇ હેરભા સહીત ઉપસ્થિત રહેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે રાજુભાઇ બોદર, રમેશભાઈ નંદાણીયા, વિરમભાઈ નંદાણીયા,કમલભાઈ સોલંકી તથા કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી