ગુજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં ‘ગુરુ વંદના’ અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું હતું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ તાલીમાર્થીઓ તેમજ ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણી, કા.કુલસચિવ નિખિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના સંયોજક ઉદેસિંહ સોલંકી અને ગુરુજનો રઘુવીર મકવાણા, સુરેશભાઈ પટેલ, કિશોરભાઈ રાવલ અને પૂર્વ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓએ પોતાના સંસ્મરણો તાજા કરતા પોતાના અભિપ્રાયો આપ્યા હતા. ગુરુજનોનું ખાદી શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થો ને પણ સ્મૃતિ ચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષો બાદ જુના મિત્રોને યાદ કરવાનો અને જૂના સ્મરણોને તાજા કરવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો તે બદલ આયોજક ટીમનો ઉપસ્થિત પુર્વ તાલિમારથીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.રાત્રે સંસ્થાના પૂર્વ તાલીમાર્થી અને લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી, હિરાલાલ, પ્રવીણભાઈ મકવાણા કિશોરભાઈ તથા કાન્તીભાઈ ગોહેલ અને જગદીશભાઈ કુમરખાણીયા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. સવારે પ્રભાતફેરી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ છુટા પડ્યા હતા. એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં દાયકાઓ વીત્યા બાદ સૌપ્રથમ વખત બહુ મોટી સંખ્યામાં જૂના તાલીમાર્થીઓ ભેગા મળ્યા અને સંસ્થાને યથા યોગ્ય મદદ પણ કરી હતી. આયોજક ટીમ વતી વિનય મંદિર બોચાસણ, અધ્યાપન મંદિર બોચાસણ સ્ટાફ અને વિધાર્થીઓ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ અંગે પુર્વ તાલીમાર્થી મનુભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ અકલ્પનીય કાર્યક્રમ થયો જેમણે ખુબ અથાગ પરિશ્રમ કર્યો અને આ કાર્યક્રમ ને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો અને આ મહામુલા અવસરમાં જે સારસ્વત મિત્રો પોતાનો અમુલ્ય સમય ફાળવી ને ખુબ હરખથી હાજરી આપી હતી. મૂછો વગરના છુટા પડ્યા અને ધોળી મૂછો કે માથામાં ટાલ પડી ગઈ ત્યારે ફરી મળવાનો મોકો આપણને મળ્યો એ બદલ ગુરુના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવી છે.બોચાસણમાં પુર્વ તાલિમાર્થીઓના કાર્યકમ ભાવનગરના નાયબ કલેકટર વિનોદભાઈ રાજપૂત, શૈક્ષણિક સંસ્થા વડા સરતનભાઈ દેસાઈ સહિત દરેક તાલીમાર્થીઓએ સાથે નીચે બેસીને કાર્યક્રમમાં ભાગ લીધો. ઉપસ્થિત તમામે બોચાસણમાં બુનિયાદી શિક્ષણ મેળવ્યું હતું.સરતનભાઈ દેસાઈ પૂર્વ તાલીમાર્થી અને બિઝનેસમેન છે હાલ તેમની પોતાની ઇન્ટરનેશનલ સ્કૂલો છે જે પોતાની સ્કૂલોમાં આજે પણ બુનિયાદી પદ્ધતિથી શિક્ષણ અને પ્રવૃત્તિઓ કરાવે છે. તેમણે 1 લાખ રૂપિયા ફાળો આપ્યો છે. સરતનભાઈ દેસાઈ સહિત ઘણા તાલિમાર્થીઓએ યથાયોગ્ય દાન આપ્યું હતું.
Home > Madhya Gujarat > Anand > આણંદના બોચાસણમાં પૂર્વ તાલિમાર્થીઓનો મેળાવડો, સંસ્મરણો સાથે ગુરૂજનોનુ સન્માન કરાયું.