ભાવનગરના નવા એસ.પી તરીકે ડો.રવિન્દ્ર પટેલએ ચાર્જ સંભાળ્યો, સ્ટાફે બુકે આપી સ્વાગત કર્યું.

Bhavnagar Latest

ભાવનગરના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની રાજકોટ રૂરલના એસપી તરીકે બદલી કરાયા પછી અને તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ઝોન-1 ડીસીપીમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી ડો.રવિન્દ્ર પટેલની ભાવનગર બદલી કર્યા પછી તેઓ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં હાજર થયા હતા. આજરોજ ડીવાયએસપી કચેરી ખાતે ભાવનગર રેન્જના આઈ.જી.અશોક કુમાર વા એસપી ડો.રવિન્દ્ર પટેલને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગરના એએસપી સફિન હસન તથા જીતેન્દ્ર અગ્રવાલ હાજર રહ્યા હતા, બંનેએ સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત ભાવનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વરાયેલા જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલે આજે સવારે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ભાવનગર જિલ્લાના આઈ.જી, તથા શહેરના અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ વગેરે સાથે વાતચીત કરીને સમગ્ર જિલ્લાની માહિતી એકઠી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *