હલકી કક્ષાની કામગીરી કરનાર રાજકુમાર બિલ્ડર્સના તમામ પ્રોજેક્ટની વિજિલન્સની તપાસ કરવા પૂર્વ વિપક્ષી નેતાની માગ.

Latest vadodara

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજારદારો અને ઇજનેરોની ચાલતી મિલીભગતને કારણે સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સના તમામ પ્રોજેક્ટની વિજિલન્સની તપાસ થવી જોઇએ તેમજ તેઓને તાત્કાલીક અસરથી બ્લેક લિસ્ટ કરવા જોઈએ એટલું જ નહીં સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં જવાબદાર એન્જીનીયરો સામે પણ પગલાં ભરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં કોઈપણ પ્રોજેક્ટ કામ કરવાના હોય જેમકે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર પ્લાન્ટ અનેક જાતના મોટા પ્રોજેક્ટ બાર ચાર્ટ રાખવાનો નિયમ હોય છે અને તેમાં ભુજનો કેટલું પ્રોગ્રેસ થયો છે તેની ચકાસણી પણ કરવાની હોય છે પરંતુ સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ વર્ષ 2017માં શું થયું અને આ કામ વર્ષ 2020માં પૂર્ણ કરવાનું હતું તેમ છતાં કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ અને કમાઈ આપવાના નવી નવી રીતો અજમાવવામાં આવતી હતી અને કોર્પોરેશનને 26 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડયું છે. સીંધરૉટ પાણી પુરવઠા યોજના અંતર્ગત બાર ચાર્ટ કે હેન્ડબુક બનાવવામાં આવી નથી અને રોજ એક બે વર્ષ સુધી મોડો થયો છે છતાં પણ તેઓ પાસેથી રૂપિયા 16.50 કરોડ ની પેનલ્ટીની વસુલાત કરવાને બદલે પ્રોજેક્ટ કરતાં પણ વધારાની રૂ 10 કરોડની રકમ પણ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવી છે એટલું જ નહીં રાજકમલ બિલ્ડર્સ દ્વારા કોર્પોરેશનમાં જે કોઈ પ્લાન્ટ બનાવ્યા છે તે હલકી કક્ષાના છે. નિમેટા ખાતે ફિલ્ટ્રેશન પ્લાન્ટ નંબર 3 રાજકમલ બિલ્ડર્સ એ બનાવ્યો હતો અને હલકી કક્ષા ને કારણે એક વર્ષ સુધી લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત ખાનપુર ખાતે પંપ ખરીદવાના હતા તેમાં પણ એક જ ઇજારદારને કામ મળે તે માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી હતી અને દોઢ કરોડની રકમ ના ગોટાળા કરવામાં આવ્યા હતા એ જ રીતે હરીનગર પાણીની ટાંકી માં ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી પણ માનીતા ઇજારદારને વધારેનો ભાવ ચૂકવીને કામ સોંપવામાં આવ્યું હતું શેરખી ઇન્ટેક વેલ જેન્ડર આવ્યું હતું તે ટેન્ડરમાં પણ વધારા નો ભાવ માનીતા ઇજારદારને ચૂકવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *