ઉનાળાની ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ શહેરમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની બુમોની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. શહેરના બોરસદ ચોકડી ઓવરબ્રીજીની કામગીરી દરમિયાન વારંવાર પાલિકાની પાઇપ લાઇન તુટી જાય છે. આખરે દાંડી વિભાગ તંત્રના પાપે જીટોડિયા રોડ પર આવેલી 60 ઉપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી મળતું ન હોવાથી પીવાનાપાણી માટે રઝડપાટ કરવાનો વખત આવે છે. જો કે રહીશોએ તંત્રને ફરિયાદ કરતાં ટુંક સમયમાં ભુતિયા કનેકશન શોધી કાઢવામાં આવશે. દાંડી વિભાગને નોટીસ ફટકારી ને કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે.તેમ જણાવ્યું હતું. આણંદ બોરસદ ચોકડી દાંડી વિભાગના કોન્ટ્રાકટર દ્વારા નગરપાલિકા પાલિકા પાણી વિભાગના એન્જીનિયરને કોઇ પણ પ્રકારની જણ કર્યા વગર આડેધડ જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવે છે.જેના પગલે ચાર દિવસથી જીટોડિયારોડ અને સોજિત્રા રોડ પાણીની પાઇપ લાઇન તુટી જતી હોવાથી હજારો લીટર પાણીનો વેટ ફાટ થાય છે. આ અંગે આણંદ નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ ચેરમેન સુમિત્રાબેન પઢિયાર જણાવ્યું હતું કે,દાંડી વિભાગ દ્વારા ઠેર ઠેર ખોદકામના પગલે પાલિકાની પાઇપ લાઇનો તોડી નાખવામાં આવે છે. આથી પાઇપ લાઇફને પંચ પડતાં સમગ્ર વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.પરંતુ પાલિકા તંત્ર દ્વારા દાંડી વિભાગને નોટીસ ફટકારી ને કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે. બીજી તરફ શહેરના અન્ય વિસ્તારો પીવાના પાણીની બુમો ઉઠી હોવાથી ટીમો બનાવીને ભુતિયા કનેકશન શોધીને ગેરકાયદે મોટર ચલાવીને પાણી ખેંચી લેતા હોવાથી ટુંક સમયમાં કનેકશન કાપી નાંખવાની કાર્યવાહી હાથધરવામાં આવશે. આમ બોરસદ,ચોકડી જીટોડિયા રોડ પર દાંડી તંત્રના પાપે 60 ઉપરાંત સોસાયટીના રહીશોએ પીવાના પાણી માટે રઝડપાડ કરવાનો વારો આવે છે.