ગંદા પાણીના મુદે મહિલાઓનો કોર્પોરેશન ખાતે મોરચો.

Latest vadodara

વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરા અને તેની આસપાસમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવતું હોવાની અનેક વાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતાં મહિલાઓનો મોરચો આજે કોર્પોરેશન ખાતે પહોંચ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરા બદરી મોહલ્લા વિગેરે વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો વધુ રહે છે ત્યારે આ વિસ્તારમાં હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે છતાં પણ ગંદુ પાણી આવે છે જેને કારણે ઘરે-ઘરે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને પીવાનું પાણી નહીં મળતા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આજે પાણીગેટ બાવામાનપુરા વિસ્તારના લોકોએ કોર્પોરેશનની કચેરી ખાતે આવી ગંદા પાણીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી કે હાલમાં રમજાનનો મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અવારનવાર ફરિયાદો છતાં તું કાર્યવાહી કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *