ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે.ત્યારે આણંદ જિલ્લાપાણી પુરવઠા વિભાગ હસ્તક આવેલા કનેવાલ,પરીએજ અનેરાસતળાવમાં પીવા પાણીનો જથ્થો ઉનાળાને લઇને સંગ્રહીત રાખ્યો છે.ત્યારે આજુબાજુ વિસ્તારના ખેડૂતો મશીન મુકીને સિંચાઇ માટે પાણી ખેંચી લે નહીં તે માટે આણંદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે જાહેરનામાના ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયેદસરની કાર્યવાહી હાથધરવામાં આવશે.તેમજ ચુસ્ત પોલીસનો પહેરો ગોઠવી દેવાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં વણાકબોરી ડેમમાંથી નહેરોમાં સિંચાઇ પાક માટે 3400 કયુસેક પાણી છોડવામાં આવતું હોય છે. પરંતુ ડેમમાં પાણી લેવલ ઘટી જતાં રવિવાર રાત્રીથી નહેરોમાં પાણી નહીં છોડવાનો સિંચાઇ વિભાગે નિર્ણય કર્યો છે. જેના પગલે ખેડૂતો સહિત વહીવટીતંત્રમાં ચિંતાનો વિષય બની ગયો છે.આણંદ પાણી પુરવઠા વિભાગ અને સિંચાઇ વિભાગે પીવાના પાણીની બૂમો પડે તેવી હોય જિલ્લા કલેકટરને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર જાહેરનામુ બહાર પાડવામાં આવ્યામુજબ આણંદ જિલ્લાના ખંભાત ,તારાપુર,સોજીત્રા અને બોરસદ તાલુકાના 62 ગામોને પીવાના પાણી માટે મહીકેનાલઆધારી કનેવાલ ,પરીએજ ,રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરેલ છે.પરંતુ મહીકેનાલમાં પુરૂતું પાણી ન હોવાથી ખેડૂતો દ્વારા હયાત પાણીના જથ્થા તથા પીવાના પાણી ખેંચવામાં આવે તો ખંભાત, સોજીત્રા, તારાપુર અને બોરસદ તાલુકાના ગામો પીવાનાપાણી ની સમસ્યા સર્જાવાની સંભાવના છે. આણંદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને ત્રણેય તળાવમાંથી ખેડૂતો દ્વારા મશીન કે ડમ્કી મુકીને ખેતરો સિંચાઇ માટે પાણી નહીં ઉપાડવા માટે જાહેરનામું બહાર પાડીને 1 લી એપ્રિલ થી 31મી જુલાઇ પ્રતિબંધ ફરમાવ્યો છે.જાહેરનામાના ભંગ બદલકાયદેસરનીકાર્યવાહી હાથધરવા હુકમકર્યો છે.આમ કલેકટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાથી ત્રણેયતળાવની ફરતે ચુસ્તપોલીસ બંદોબસ્તનો પહેરો ગોઠવી દેવામાં આવશે.