સંખેડા તાલુકાના ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલીયું ન હોવાને કારણે અત્રેથી ગામના ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓને નદીમાંથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઇ પરીક્ષા આપવા જવું પડે છે. ભૂતકાળમાં અહીં છલીયું બનાવવાને લઇ ગુંડેરના ગ્રામજનોએ તાલુકા-જિલ્લા પં. ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સંખેડાના ગુંડેરથી સંખેડા તરફ આવવા વાયા હાંડોદ થઈને જે રસ્તો આવે છે. એ ઘણો લાંબો પડે એમ છે. પરંતુ ઉચ્છ નદી ઉપર છલીયું બને તો 2 કિમીમાં જ ગુંડેરથી સંખેડા આવી શકાય એવો રસ્તો છે. આ અંગેની માંગણી ગુંડેરના લોકો દ્વારા લાંબા સમયથી કરાય છે. કેટલાક રાજકીય આગેવાનોએ અહીં છલિયું બનાવવા ખાતરી પણ અપાઈ હતી. છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં ગત વર્ષે તાલુકા અને જિ.પં.ચૂંટણીનો ગુંડેરના લોકોએ બહિષ્કાર કર્યો હતો. હાલ તો ગુંડેરના 4 છોકરા અને 1 છોકરી મળી કુલ 5 છાત્રોને પરીક્ષા માટે કસોટી આપવી પડે છે. ગુંડેર ગામના વિદ્યાર્થીઓ સંખેડાની સ્કૂલમાં ભણતા હોય છે. સ્કૂલે જવા માટે તેમજ પરીક્ષા દરમિયાન પરીક્ષા આપવા માટે પણ વિદ્યાર્થીઓને નદીના પાણીમાંથી જ પસાર થઈને સંખેડા જવું અને પરત આવવું પડે છે.અહિયાં બનાવવા માટે અવાર નવાર રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.આ રસ્તે બે કિલોમીટર માં સંખેડા પહોંચી જવાય છે જ્યારે વાયા હાંડોદ થઈને જઈએ તો આઠ કિલોમીટર થાય છે અને કોઈ વાહનની સગવડ મળતી નથી.
Home > Madhya Gujarat > Chhota Udaipur > ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલિયું ન હોવાને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા નદીમાંથી પસાર થવું પડે છે.