ભાવનગર સહિત ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેના આજે બીજા દિવસે પણ હડતાળ શરૂ રાખવામાં આવી હતી. આજરોજ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ખાતે રામદરબારનું આયોજન કરી નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ ભાવનગર ખાતે બી.પી.બોરીચા પ્રમુખ GIDAનાએ હડતાળ મુદ્દે જણાવ્યું છે કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012થી લડત ચાલુ છે. તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં આજથી 5 કેડર એસોસિયેશન પણ હડતાળમાં જોડાયાં છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા દર્દીઓને બાનમાં લેવાનો કોઇ પ્રયાસ નથી. જો દર્દીને કંઇ થાય તો તેના માટે સરકારનો નાણા વિભાગ જવાબદાર રહેશે. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોર્મ હેઠળ ફરજ બજાવતા ડૉક્ટરરોની વિવિધ પ્રકારની પડતર માંગણીઓ જેવીકે તબીબ શિક્ષકો માટે નિમણૂક તારીખથી એન.પી.એસ લાગુ કરવામાં આવે, સાતમા પગારપંચ મુજબ એરિયર્સ ચુકવવામાં આવે, તબીબ શિક્ષકોને મેડિકલ તથા ટ્રાંસ્પોર્ટ એલાઉન્સ ચુકવવામાં આવે જેવી માંગો સ્વીકારતો પરિપત્ર સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે રામદરબારનું આયોજન કરવામાં આવેલ છે. રેસીડેન્સ ડોકટર અને એએમસીના ડોકેટર હડતાળમાં નથી એટલે દર્દીઓને અગવડ નહી પડે. તેમજ ભાવનગર જિલ્લાના આશરે 450 જેટલા તબીબો બીજા દિવસે પણ હડતાળ પર છે તથા તેમની માંગણીઓ સ્વીકાર કરતો પરિપત્ર જ્યા સુધી નહિ કરવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Home > Saurashtra > Bhavnagar > ભાવનગરમાં સરકારી ડોક્ટરો બીજા દિવસે હડતાળ પર, રામદરબાર યોજી વિરોધ દર્શાવ્યો.