આંગણવાડીના બાળકોને દર અઠવાડિયે વાર મુજબના મેનુ પ્રમાણે નાસ્તા આપવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવો ગુજરાત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કેશોદ શહેર તાલુકાભરમાં આવેલ તમામ આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની રાશનકિટનું વિતરણ કરવામાં આવતું નથી અને છેલ્લા ત્રણેક માસથી આંગણવાડી કેન્દ્રો દ્વારા સ્વખર્ચે રાશન કિટની ખરીદી કરવામાં આવે છે. જેના બિલો પણ આજ દિન સુધી પાસ કરવામાં આવેલ નથી તેવુ જાણવા મળ્યું છે. અનેક આંગણવાડી કેન્દ્રોમાં ડરના કારણે સત્ય છુપાવવામાં આવે છે અથવા તો ઉચ્ચ અધિકારીના ડરના કારણે રજુઆત કરવામાં આવતી નથી. માનદ વેતનમાં નોકરી કરવા છતા સ્વખર્ચે રાશન ખરીદી કરે છે. જેના બિલ મહીનાઓ સુધી પાસ ન થવાના કારણે આર્થિક શારીરિક માનસિક તકલીફો ભોગવવી પડી રહી છે સાથે આંગણવાડીના બાળકો પણ નાસ્તા વગરના રહે છે. આ બાબતે મીડીયા દ્વારા સીડીપીઓની મુલાકાત લેતા ઘટક એકના સીડીપીઓ અન્ય કામગીરી અને હાજર ન હોય જ્યારે ઘટક બે ના સીડીપીઓએ આ બાબતે મીડીયા સમક્ષ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. મીડીયા કર્મીઓ અને સીડીપીઓ કચેરીના અન્ય કર્મચારીની રૂબરૂમાં ઔપચારિક વાતમાં ઘટક બે ના સીડીપીઓએ જણાવ્યું હતું કે અમારે અન્ય પણ જવાબદારીઓ હોય છે કામનું એટલું ભારણ હોય છે કે રાત્રી સુધી કામગીરી કરવી પડે છે અમારા એકાઉન્ટ પાસે અન્ય ચાર્જ હોય અગાઉના આંગણવાડી કેન્દ્રો દ્વારા સ્વખર્ચે રાશન કિટની ખરીદી કરવામાં આવેલ જેના બિલો મોકલી આપેલ છે પણ હજુ જમાં થયા નથી. ક્યા કારણોસર બાળકોના નાસ્તાનો જથ્થો રોકવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. જો ઉપલબ્ધ હોય તો કયા કારણોસર આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવતો નથી એ રહસ્ય અકબંધ છે પણ જે હોય તે પણ આંગણવાડીના બાળકો હાલ નાસ્તા વગર કેટલા દિવસો પસાર કરશે કે સરકાર દ્વારા તાત્કાલિક પ્રશ્ન હલ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
Home > Saurashtra > Junagadh > કેશોદ તાલુકામાં આંગણવાડીના બાળકો માટે નાસ્તાનું રાશન ત્રણ મહીનાથી વિતરણ બંધ.