એક મહિનામાં રૂ.2501 કરોડનું કલેક્શન, વર્ષ 2021-22માં કુલ રૂ.19321.12 કરોડ જેટલી માતબર રકમની આવક.

Latest Rajkot

રાજકોટની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ-૨૨ માસમાં એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી. PGVCLમેનેજમેન્ટ ના માર્ગદર્શન હેઠળ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃસ્ટ કામગીરી દ્વારા કુલ 19321.12 કરોડનું કલેક્શન મેળવવામાં આવ્યું હતું. તેમાં પણ માર્ચ-2022 માસમાં PGVCLને આપવામાં આવેલ રૂ.2185 કરોડના ટાર્ગેટ સામે સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરી દરેક કચેરીઓમાં સવાર થી મોડી રાત્રી સુધી કેશબારીઓ ખુલ્લી રાખી કેશ કલેક્શનની કામગીરી કરી કુલ રૂ.2501 કરોડની રેકોર્ડબ્રેક આવક કરવામાં આવી હતી. આમ માર્ચ માસમાં ટાર્ગેટ કરતા પણ 14.46% વધુ કલેક્શન કરવામાં આવેલ હતું. PGVCL દ્વારા ગુજરાત સરકારના ગુડ ગર્વન્સના ભાગરૂપે વીજ ગ્રાહકોને વીજ બિલ ભરપાઇ કરવામાં વધુ સારી સુવિધા મળી રહે તે માટે QR કોડ સાથેના વીજબિલ આપવાની આજથી રાજકોટમાં શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગ્રાહક દ્વારા કોડ સ્કેન કરી પોતાનો નંબર અને જરૂરી વિગત ભરવાથી સરળતાપૂર્વક ગણતરીની મિનીટમાં વીજબિલ ભરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *