ગુજરાતમાં તબીબી શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના 150 તબીબી શિક્ષકો પણ હડતાળમાં જોડાયા છે. જામનગર જીજી હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી અને OPD ચાલુ રાખવામાં આવી હતી. તબીબી શિક્ષકોએ કહ્યું હતું કે, તેઓની 14 થી 15 જેટલી પડતર માગણીઓ છે જેમાંની કેટલીક માગ સરકારે સ્વીકારી છે, જ્યારે કેટલીક માગ હજી પણ પડતર છે. 2012માં મોદી સરકારે અને 2021માં રૂપાણી સરકારે માગણીઓ સ્વીકારી લીધા બાદ પણ અમલ ન કરતા તબીબોએ નારાજગી વ્યકત કરી હતી. આજે પોતાના પડતર પ્રશ્નોને લઈ ગુજરાતમાં 10 હજાર જેટલા તબીબો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. જેમાં જામનગરના 150 તબીબો સામેલ થયા હતા.
Home > Saurashtra > Jamnagar > જામનગરની જીજી હોસ્પિટલના તબીબી શિક્ષકો પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.