હાલમાં વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ઘણા શહેરોમાં સમાવેશ થયેલો જોવા મળ્યું છે અને તેમાં પ્રદૂષણની નગરી તરીકે અંકલેશ્વર નો 48 મો ક્રમાંક સૂચવે છે કે આ ક્રમ એટલો પણ નજીક રહ્યો નથી કે શહેરનું નામ સૌથી વધારે પ્રદૂષિત શહેરમાં આવે.આવું પ્રદૂષણ રોકવાના મહદઅંશે વૃક્ષોનો મહત્વનો ફાળો હોય છે. ત્યારે અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં ઉગાડેલા પ્રદૂષણ સામે રક્ષણ આપતા વૃક્ષો નું સતત મોનીટરીંગ અને ચકાસણી કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં મંદિરો, સ્મશાન, શાળા-કોલેજો અને સોસાયટીના ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રામકુંડ ખાતે આવેલ બાળ સ્મશાન, પુન ગામ હનુમાન મંદિર અને જલારામ મંદિર ની જગ્યા ઉપર સતત દેખરેખ અને કાળજી રાખી ત્યાં વૃક્ષોનો ઘણો સારો વિકાસ થયો છે. જેમાં રામકુંડ મંદિર સ્થિત બાળ સ્મશાન ખાતે વૃક્ષોનો ઘણો સરળ અને ઝડપી વિકાસ જોવા મળ્યો છે. તેમાં ગરમાળો, કનજી, સેવન અને કોનોકાર્પસ જેવાં વૃક્ષોની વૃદ્ધિ દર સારો રહ્યો છે.ગરમાળો અને કોનોકાર્પસ જેવા વૃક્ષોનો વિકાસ ઝડપી અને ઓછા પાણી ની જરૂરિયાત હોવાથી તેનો ઝડપી વિકાસ થયો છે. નર્મદાકાંઠે જૂના બોરભાઠાની જગ્યા ઉપર પીપળા જેવા વૃક્ષોનું રી- પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. તેનો પણ આજે સારો વિકાસ થયો છે,સરકારી શાળાઓ અને યુનિવર્સિટીમાં પણ કૈલાસપતિ ના વૃક્ષો જેનો વિકાસ ઘણો ધીમો હોય છે તો પણ તેની માવજત કરી તે વૃક્ષ જીવંત હાલતમાં પણ સારો વિકાસ થયો છે. 20% જેટલા વૃક્ષો શુષ્ક અને નાશ પામ્યા છે. આમ સંસ્થાના દરેક સભ્યોએ પોત પોતાની જવાબદારી રાખી જેમ બને તેમ ઓછા વૃક્ષો વાવી તેનું સતત મોનીટરીંગ કરી અને નિરીક્ષણ કરી તેને બાળકની જેમ માવજત કરી રહ્યા છે. વૃક્ષો મનુષ્ય જીવન માટે અત્યંત ઉપયોગી છે, આપણે કેટલાં વૃક્ષો વાવીએ છે તે મહત્વનું નથી,પણ વાવ્યાં પછી તેનું મોનીટરીંગ અને સતત નિરીક્ષણ કરવું તે મહત્વનું છે.એક કે બે વૃક્ષો વાવો પણ તેનું સતત માવજત કરવું તે મહત્વનું છે.