એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા ગાંધીજીની વેશભૂષામાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીએ ગાંધીજીના પહેરવેશ સાથે મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે માત્ર એક માસ માટે ભણતર તથા પરીક્ષા ઓફલાઈન કરી વિદ્યાર્થીઓ માટે કનડગત ઉભી કરી છે. વિદ્યાર્થીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે , યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા અંગેનો નિર્ણય યથાવત રાખ્યો છે. જ્યારે સંપૂર્ણ અભયાસક્રમ ઓનલાઇન ચાલી રહ્યો છે જેથી પરીક્ષા પણ ઓનલાઇન થવી જોઈએ. યુનિવર્સીટી ની દરેક ફેકલ્ટી માં એસ.વાય. અને ટી.વાય. નો 80% થી વધારે અભ્યાસક્રમ ઓનલાઈન થયો છે. વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા પણ ઓનલાઇન આપી છે. જેથી ઍકસટર્નલ પરીક્ષા પણ ઓનલાઇન હોવી જોઈએ. આ ઉપરાંત એફ ની વાત કરીએ તો તેમનો 50% અભ્યાસક્રમ ઓનલાઇન સમાપ્ત થયો છે. બીજી તરફ એફ.વાયનાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં વડોદરા બહારથી આવે છે તેઓને હજી રહેવાની વ્યવસ્થા ઊભી થઈ નથી. તેઓને માત્ર એક મહીનાના અભ્યાસક્રમ માટે અહીં બોલાવવા વ્યાજબી નથી. જેથી અમારી માંગ છે કે ચાલુ સેમિસ્ટર માટે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન રાખવામાં આવે. અને દરેક ફેકલ્ટીમાં પરીક્ષા ઓનલાઈન કરવામાં આવે.
