સુરેન્દ્રનગરના દસાડામાં આવેલા છત્રોટ શાળાના શિક્ષકનો વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા નવતર પ્રયોગ.

Latest Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ ગામની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા આવો નિશાળે, રમો નિશાળે ભણો નિશાળે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં બાળકોને 17 પ્રકારની પ્રવૃત્તિઓ બનાવી તે બોક્સમાં મુકાય તેમાંથી રોજ 1 ચિઠ્ઠી નિકળે તે પ્રવૃત્તિ કરવાની. જે પહેલા જે 50 ટકા હાજરી રહેતી હતી તે હવે 90 ટકા હાજરી થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમાં 722 દિવસ બંધ રહ્યા બાદ 7 ફેબ્રુઆરીથી શાળાઓ 100 ટકા હાજરી સાથે ચાલી રહી છે. ત્યારે જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ ગામની શાળાના શિક્ષકે બાળકોને શિક્ષણ તરફ વાળવા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. આવો નિશાળે..રમો નિશાળે… ભણો નિશાળે…આ અંગે શિક્ષક કનુજી ઠાકોરે જણાવ્યું કે હું બાળકવિ, હાસ્ય કલાકાર છું. બાળકો શિક્ષણને રસપ્રદ બનાવીએ તો અભ્યાસ કરવાની મજા આવે છે. આથી આ પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં 17 પ્રકારની પ્રવૃત્તિની ચિઠ્ઠીઓ બનાવી છે જે એક બોક્ષમાં મુકાય છે.જે બાળકો દરરોજ એક ચિઠ્ઠી કાઢી તે પ્રવૃત્તિ કરવાની હોય છે. જેના કારણે શરૂઆતમાં 50 ટકા જ શાળામાં હાજરી રહેતે તે વિદ્યાર્થીઓની હાલ 90 ટકાથી વધુ હાજરી રહે છે. ​​​​​​​કોરોના કાળમાં ઓનલાઇન અભ્યાસ બાદ હાલ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થી ઓછા આવતા હતા. તપાસ કરતા ફેબ્રુઆરી,માર્ચ મહિનામાં બાળકો કપાસ અને જીરાની મજૂરી માટે જતા રહેતા આ મહિનામાં શાળામાં સંખ્યા નહીંવત થતી હતી.આ માટે બાળકોની આર્થિક પરિસ્થિતિ જવાબદાર હતી.શાળાનાં સ્ટાફ મિત્રો દ્વારા ઘેર ઘેર જઈને વાલીની મુલાકાત કરી વાલીઓને સમજાવ્યા પણ વાલીઓ તો બાળકોને શાળામાં મોકલવા જ માગે છે પણ બાળકો ખાસ કરીને ધો 6, 7, 8નાં પોકેટ મની માટે જાતે જ જતા હોવાનું જણાયું. આથી આખા વર્ષમાં નિયમિત શાળામાં આવે તે માટે મે આ નવતર પ્રયોગ હાથ ધર્યો. આ પ્રયોગમાં શાળાના છેલ્લાં અડધા કલાકમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેના માટે 17 પ્રકારની પ્રવૃત્તિની ચિઠ્ઠી બનાવી જેવી કે આજે રમવાનો વારો, વાંચવાનો વારો, ચિત્ર દોરવાનો વારો, વાર્તાનો વારો, દાખલાનો વારો, ગીત/કાવ્યનો વારો, અભિનયનો વારો, લખવાનો વારો, બોલવાનો વારો, હસવાનો વારો,વાતો કરવાનો વારો,ધમાલ મસ્તીનો વારો, પ્રયોગ કરવાનો વારો, રમકડાંનો વારો, ખાવાનો વારો, સ્પેલિંગનો વારો, ઘડિયા ગાનનો વારો.જે ચિઠ્ઠી નિકળે તે દિવસે તે પ્રવૃત્તિ કરવાની.આમ જુદી-જુદી પ્રવૃત્તિ થકી બાળકોની સુષુપ્ત શક્તિ બહાર આવવા સાથે રમતા રમતા અભ્યાસ પ્રત્યે જાગૃતતા આવતા શાળાએ અભ્યાસ કરવા વધુ આવતા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *