રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
બાબરકોટ ગામનાં લોકો સુરત, મુંબઈ અને ભાવનગર રાજ્ય જિલ્લામાંથી પોતાના ઘરે પરત બાબરકોટ આવતાની સાથે જ બાબરકોટ ગામનાં PHC ડોકટરો ડો.ચેતનાબેન તેમજ ડો.ઇલાબેન મોરી, સુપરવાઈઝર એમ.એમ.ખુંમાણ, જેસી પંડીયા આર. ટી.જેઠવા mphw, સોનલબેન fhw, સરપંચશ્રી, તલાટી શ્રી તેમજ રોહિત સાંખટ, ગોવિંદ સાંખટ તેમજ પત્રકાર ભૂપત સાંખટ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન PHC કેન્દ્ર ના ડોક્ટરો દ્વારા ખાસ સૂચના આપવામાં આવી, ઘરની બહાર નહીં નીકળવું તેમજ માસ્ક હંમેશા પહેરવું અને ઘરના લોકોથી એક મીટર દૂરથી વાત કરવી વગેરે ચૂચનાઓ આપવામાં આવી. PHC ના ડોક્ટરો દ્વારા ખાસ માહિતી આપવામાં આવી કે સરદી, ખાસી, તાવ જેવી બીમારી થાય તો તેમને તાત્કાલિક જાણ કરવી, તરત જ એમ્બ્યુલન્સ અથવા પ્રાઇવેટ વાહન ની પણ સુવિધા ફાળવવા માં આવી છે.
મુંબઈથી આવેલ ભીખુ ભાઈ સાંખટ ગામથી ત્રણ કિલોમિટર દૂર વાડી વિસ્તારમાં તેના પરિવારની સાથે એકલા રહેવાનો નિર્ણય લીધો હતો તેઓના જાતે હોમકોરન્ટાઇન ના નિર્ણય ને સમર્થ આપી PHC ના ડોકટર તેમજ સરપંચ શ્રી અને તલાટી શ્રી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.