ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ એટલેકે રામ નવમીને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે રામ કથા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર દ્રષ્ટિ કરીએ તો રામાયણ એ અતિ પૌરાણીક ગ્રન્થ છે. વિવિધ રૂપે જોવામાં આવે તો રામાયણ જુદી જુદી ભાષાઓમાં એક હજારથી વધુ સંખ્યામાં જોવા મળે છે. સંસ્કૃતમાં રચાયેલ વાલ્મીકી રામાયણ (આર્ય રામાયણ) અતિ પ્રાચિન માનવામાં આવે છે. આ ગૌરવ ગ્રન્થના કારણે વાલ્મીકીને દુનિયાના આદિ કવિ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાભારતમાં પણ રામપ્યાખ્યાન રૂપમાં અરણ્યક પર્વમાં રામ કથાનું વૃતાંત છે. આ ઉપરાંત દ્રોણ પર્વ અને શાંતી પર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. પરંતુ ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ જન માનસ પટ પર છવાઈ ગયેલ છે. રામચરિત માનસ વિશે વિચારણા કરીએ તો કેટલીક નોંધનીય બાબતો આ પ્રમાણે છે. રામ ચરિત માનસની રચના સોળમી સદીમાં સંવત 1631માં ગૌસ્વામી તુલસીદાસજીએ 77 વરસની ઉમરે કરી માનસમાં કુલ સાત કાંડ છે. યોગની દ્રષ્ટિએ શરીરમાં પણ સાત ચક્ર આવેલા છે. ભુ મંડલ પણ સાત ખંડોમાં વિભાજીત છે. માનસમાં શ્લોકની સંખ્યા: 27, ચોપાઈ : 4608, દોહા 1074, સોરઠા 207, છંદ 86, રામ શબ્દ : 1443, સીતા શબ્દ 147, જાનકી શબ્દઃ 69, વૈદેહી શબ્દ : 51 પ્રયોજવામાં આવેલ છે. લંકામાં સીતાજી 465 દિવસ રહ્યા, જયારે રામ 111 દિવસ રહ્યા. સેતુ નિર્માણ પાંચ દિવસમાં અને યુધ્ધ 32 દિવસ ચાલ્યું યુધ્ધનો અંત દસેહરાના દિવસે અને રાજયાભિષેક દિવાળીના દિવસે થયાની માન્યતા છે. હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત રામનવમી શોભાયાત્રાની તડામાર તૈયારી ચાલી રહેલ છે તે દરમ્યાન મેયર એ સવરા મંડપ કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. સંસ્થાના પ્રમુખની રજુઆત સ્વીકારી ગરીબ દર્દીઓ માટે એક એબ્યુલસ હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટને આપવાની જાહેરાત કરી તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનએ શોભાયાત્રા દરમ્યાન શ્રી રામ મંદિર રથ ચલાવવામાં તકલીફ ન પડે તે માટે સમગ્ર રૂટ ઉપર જાત નિરીક્ષણ કર્યુ હતું. રસ્તા પર પેચ વર્ક, સફાઈ, લાઈટ અને પાણીની સુવિધા પુરી પાડવા આગવુ આયોજન કર્યા જણાવ્યું હતું. મોટી હવેલી, પટેલ કેળવણી મંડળ જોષીપરા દ્વારા પણ આ શોભાયાત્રામાં ફલોટ જોડવામાં આવશે.
Home > Saurashtra > Junagadh > ‘રામચરિતમાનસ’ની રચના સોળમી સદીમાં સંવત 1631માં ગૌસ્વામી તુલસીદાસજીએ કરી.