છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉનાળામાં ભાવનગર શહેરમાં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ શહેરમાં વધી રહેલી હરિયાળી છે. એક તો ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્કમાં લીલાછમ વૃક્ષો આવેલા છે. આ સાથે છેલ્લા દસ વર્ષથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરમાં 36 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તે પણ એક મહત્વનું પરિબળ છે જેથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ગ્રીનસીટી એક એવી પર્યાવરણીય સંસ્થા છે જે માત્ર વૃક્ષારોપણ જ નથી કરતી પરંતુ દરેક વૃક્ષોને ઉછેરવાં માટે નિયમિત પાણી આપીને જહેમત ઉઠાવેલ છે આ સંસ્થા દ્વારા વૃક્ષોને પાણી પાવા માટે વોટર ટેંન્કરો વસાવવામાં આવ્યા છે અને દિવસ-રાત દરમિયાન આ ત્રણેય ટેન્કરો દ્વારા વૃક્ષોને પાણી આપવામાં આવી રહ્યું છે. ગ્રીન સીટીના સ્થાપક દેવેનભાઇ શેઠ પણ રોજ સવારે 5 થી 8 વાગ્યા સુધી ત્રણ કલાક વૃક્ષોને પાણી પાવા વોટર ટેંક લઈને નીકળે છે. આ બધા પ્રયાસોને લીધે ભાવનગર શહેર ગુજરાતમાં બીજા ક્રમના હરિયાળા શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે. ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરના 27 જેટલા ડિવાઈડર કોર્પોરેશન પાસેથી દત્તક લેવામાં આવ્યા છે અને દરેક ડિવાઈડરના વૃક્ષો લીલાછમ બનાવી ચૂક્યા છે ડિવાઇડરમાં મોટા વૃક્ષો ઉપરાંત રંગબેરંગી વૃક્ષો વાવવામાં આવ્યા છે જેના કારણે શહેરની શોભા વધી છે આ માટે કોર્પોરેશનનો ટેકો પણ ગ્રીનસીટીને મળી રહ્યો છે સાથે અનેક પર્યાવરણ પ્રેમીઓ સહયોગ પણ સાંપડી રહ્યો છે.
Home > Saurashtra > Bhavnagar > ભાવનગરમાં ગ્રીન સિટીથી હરિયાળી છેલ્લા 10 વર્ષમાં 36 હજાર વૃક્ષો ઉછેર્યા.