રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યામાં સમગ્ર રાજ્યમાં ભાવનગર નંબર વન, વડની છાલ, પાન, ટેટા, વડવાઈનો ઔષધિય ઉપયોગ.

Bhavnagar Latest

રાષ્ટ્રીય વૃક્ષ ગણાતા વડની ગુજરાત રાજ્યમાં કુલ સંખ્યા 9,36,979 છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં જ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા 1,21,347 છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા નોંધાયેલી છે. રાજ્યમાં રાષ્ટ્રીય વૃક્ષની જે કુલ સંખ્યા છે તેના 12.95 ટકા એટલે કે લગભગ 13 ટકા વડ તો એકલા ભાવનગર જિલ્લામાં જ આવેલા છે. વિધાનસભામાં વન મંત્રીએ એક પ્રશ્નનના જવાબમાં વડની સંખ્યા અંગે માહિતી આપી હતી. ભારતીય માનવ જીવનમા દરેક તબક્કામા વૃક્ષો અને વનસ્પતિઓનું સવિશેષ મહત્વ છે. ભારતનુ પ્રાચીન અને પવિત્ર રાષ્ટ્રીય વૃક્ષ કે જે વિસ્તારની દ્રષ્ટીએ વિશ્વભરમાં મોટામાં મોટુ વૃક્ષ ગણવામાં આવે છે તે વડ એટલે કે Ficus benghalensisનુ ઝાડ છે ભારતનુ આ વતની ઞમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ફાલે-ફુલે છે તથા ઞમે એટલી ગરમીને સહન કરી છાંયડો આપે છે તેથી જ તેની પસંદગી રાષ્ટ્રીય વૃક્ષ તરીકે કરવામાં આવી છે. વડના દરેક અંગો છાલ,પાન,વડવાઈ, ટેટા, દૂધ અને પાનના અંકુરો ઔષધીય રૂપે વપરાય છે.ભાવનગર પાસે માળનાથમા વિશાળ વડલો આવેલ છે જે અનેક પક્ષીઓને આશરો તથા ખોરાક પુરા પાડે છે તથા યાત્રિકોને આશરો આપે છે ભાવનગર કોળીયાક હાથબ રોડ પર બંન્ને બાજુ કતાર બંધ વડલા ગોઠવાયેલા હતા તેમ વનસ્પતિશાસ્ત્રી ડો.ભરત પંડિતે જણાવ્યું હતુ.

આ વૃક્ષ ઘેઘૂર-ધટાદાર હોય છે તેની ડાળીઓ પરથી મુળ ફુટે છે જેને વડવાઈ કહેવાય છે આ વડવાઈ જમીન સુધી પહોંચી તેમા સ્થાપિત થઈ જાય છે અને થડ જેવો આકાર ધારણ કરે છે તેથી વડને અનેક થડ હોય છે. વર્ષો જતા પ્રારંભિક થડ અલગ કરી શકાતુ નથી. ગુજરાતમાં 300 કરતા વધુ વર્ષનુ આયુષ્ય ધરાવતો કબીર વડ 4.33 એકરમાં પથરાયેલો છે. અંગ્રેજીમાં બનિયન ટ્રી તરીકે ઓળખાતા આ ઝાડ નીચે ગામના પાદરમાં વાણિયા જ્ઞાતિજનો પોતાનો વેપાર ધંધો કરતા તેથી પોર્ટુગીઝ લોકો આ વૃક્ષને “બનિયન ટ્રી ” તરીકે ઓળખાતા ઈ.સ.1634મા આ શબ્દ અંગ્રેજી ભાષામા પ્રવેશ પામ્યો. ભાવનગર જિલ્લાના વૃક્ષો વિશે વિચારીએ તો ગુજરાતનો આ જિલ્લો આગવી વનસ્પતિઑ ધરાવે છે જિલ્લામા પર્વતો, વર્ષા ઋતુની નદીઓ,ભાલ વિસ્તાર તથા દરિયા કિનારો છે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અર્ધ શુષ્ક વિસ્તાર છે એટલે વરસાદ 500-700 મી.મી.ગરમી 40 ડિગ્રી અને શિયાળો નરમ હોય તથા સૌરાષ્ટ્ર અગ્નિકૃત પત્થરોથી પથરાયેલુ છે તેથી મોટા ભાગની વનસ્પતિ શિયાળાના અંતમા શુકાઈ જાય છે માટીનુ સ્તર એક બે ફૂટ હોય છે તેથી મોટા ઝાડ થતા નથી ને જે ઝાડ હોય તેના મુળીયા જમીન પર પથરાયેલા રહે છે આથી જ સામાન્ય વાવાઝોડામાં આ ઝાડ ઊખડી જાય છે. આ કુદરતી પર્યાવરણ કાંટાવાળા ઝાડ બાવળ, ખેર, ઈંગોરિયો, કરમદા,જાત જાતના થોર,કેરડા,ગાંડો બાવળ ને અન્ય ને અનુકૂળ રહે છે.વિક્ટોરીયા પાર્ક તેનુ ઉત્તમ ઉદાહરણ છે.ભાવનગર જિલ્લામાં મોટા ઝાડમા લીમડા, આંબા,પેલટોફોરમ, રુખડો, નિલગીરી, સપ્તપરણી, વડ,પીપળો જેવા વાવેલા ઝાડ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *