કેશોદ તાલુકાના નુનારડા ગામે માત્ર ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે. ગામથી ત્રણેક કિલો મીટર દુર ચોરાયુ માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જ્યાં નુનારડા ગામ સમસ્ત ચોરાયુ ગરબી મંડળ આયોજીત ૨૮મી ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગાયક કલાકારો દ્વારા રજુ થતા પ્રાચીન ગરબામાં ખૈલૈયાઓ રાસ ગરબા રમે છે. નુનારડા ગામે આસો મહીનાની નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી નથી. એક માત્ર ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આઠમના દિવસે હવન યજ્ઞ ભોજન પ્રસાદી તથા રાત્રીના કાન ગોપી કિર્તન મંડળીનું આયોજન કરવામાં આવે છે. જેનો સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારોના લોકો નવરાત્રીનો લાભ લઈ ચોરાયુ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.