રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલી ટૂર્નામેન્ટમાં 15થી વધારે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલન ખેલાડીએ ભાગ લીધો. ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં પ્રથમ વખત નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નર્સીસમાં રહેલી ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા અનોખી નવતર પહેલ કરી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત આણંદમાં 2 દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રીમીયર લીગ-2022 ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી 15થી વધારે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓ, સ્ટાફ નર્સ, નર્સિંગ એલ્મની, ફેકલ્ટી સભ્યો સહિત કુલ 170 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અંગે મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના આચાર્ય ડો. અનિલ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટના ઇવેન્ટ કો – ઓર્ડિનેટર વિપિન વાગેરીયા હતાં. આ ટુર્નામેન્ટમાં મેલ સિંગલ, મેલ ડબલ, ફિમેલ સિંગલ અને ફિમેલ ડબલ એમ 4 પ્રકારની ઇવેન્ટ યોજાઇ હતી. મેલ સિંગલમાં સૌરભ વણકર (મુનિ સેવા આશ્રમ વડોદરા), ફિમેલ સિંગલમાં પ્રિયાંશી પટેલ (ગોકુળ નર્સિંગ કોલેજ), રનર-અપ તરીકે મેલ સિંગલમાં રુચિર પરમાર (જી. એચ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ, કરમસદ), ફિમેલ સિંગલમાં માહી પટેલ (આર. પી. પટેલ કોલેજ ઓફ નર્સિંગ, ઓડ), ફિમેલ ડબલમાં ઉર્વી ચૌધરી અને પ્રિયાંશી ડાભી (ગોકુળ નર્સિંગ કોલેજ), મેલ ડબલમાં સૌરભ વણકર અને સાગર રાઠવા (મુનિ સેવા આશ્રમ વડોદરા) વિજેતા થયા હતા. તમામ કેટેગરીના વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત થઈ હતી.
Home > Madhya Gujarat > Anand > ચારૂસેટમાં રાજ્યકક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ યોજાઇ, 170થી વધુ ખેલાડીએ ભાગ લીધો.