અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી હિટવેવ, ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થશે.

Ahmedabad Latest

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે. IMD અનુસાર, ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 °C વધારે હતું. ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. વર્ષ 2018માં 26 માર્ચે 41.5 ડીગ્રી , 2019માં 27 માર્ચે 40 ડીગ્રી , 2020માં 5 એપ્રિલે 40.6 ડીગ્રી અને 2021માં 27 માર્ચે 40.4 ડીગ્રી ગરમી પડી હતી. જ્યારે 2022માં 13 માર્ચે જ તાપમાનનો પારો 40.1 અને 14 માર્ચે 40 ડીગ્રી એ પહોંચી ગયો છે. IMDએ 9 રાજ્યોમાં એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હિટવેવ આવી શકે છે. વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. સ્કાયમેટ અનુસાર, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસરને કારણે પવનની ગતિ ઘટી છે. તેથી તાપમાન વધે છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માર્ચના ત્રીજા સપ્તાહમાં ખતમ થઈ ગઈ છે. આ કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં સમય પહેલા જ તીવ્ર ગરમીની અસર જોવા મળી હતી. આ કારણોસર, આ વર્ષે માર્ચમાં, સતત સૂકા અને ગરમ, પશ્ચિમી પવનો હતા.

ગરમીથી બચવાના ઉપાયો
આકરી ગરમીથી બચવા બને ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર ન નિકળવું. તેમ છત્તાં નિકળવું ફરજીયાત હોય તો સુતરાઉ કપડાં પહેરવા, મોઢું, માથું, આંખો તકડાથી કવર થાય તે માટે મોઢે ઠંડો રૂમાલ, માથે ટોપી, ચશ્મા વગેરે પહેરવા. શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે તે માટે પાણી વધુ પીવાનું રાખો. આ ઉપરાંત છાશ, લચ્છી, લીંબું પાણી, નારીયલ પાણી, ગ્લુકોઝના પાણીનો વધુ ઉપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *