આગામી 10 એપ્રિલ રામ નવમીના રોજ દાહોદ શહેરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે શ્રીરામ યાત્રા આયોજન સમિતિની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક મંડળોએ પોતાના વિચાર મુક્યા હતા. શોભાયાત્રામાં શ્રીરામની જીવન ચરિત્ર સનાતન ધર્મ સંસ્કૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણ રૂપે રહેશે. 11થી વધારે ધાર્મિક રામ ભગવાનના જીવનચરિત્રના વિષયો પર સામાજિક સંદેશા આપતી ઝાકિંયો સાથે રાખવાની ચર્ચા કરવામાં આવી હતી. સંપૂર્ણ યાત્રામાં વિશેષ અતિથિ શહેર અને શહેરની આજુબાજુના મંદિરોના સાધુ-સંતો અને મહંતોનો સંપર્ક કરી તેમને ઉપસ્થિતિનો વિશેષ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શહેરના શ્રીરામ યાત્રા ઠક્કર ફળિયા મંદિરે બાર વાગ્યાની વિશેષ આરતી કરશે. દરેક મંદિરે 12 વાગે આરતી ઘંટનાદ કરવામાં આવે તેવો પ્રયાસ કરવાનું નક્કી કરાયુ હતું. યાત્રા દરમિયાન રથમાં બિરાજમાન ભગવાન રામની 108 ઇંચની મૂર્તિ સાથે લક્ષ્મણજી સીતાજી અને હનુમાનજી ભવ્ય રામ દરબાર આગળ બેન બેન્ડ બાજા ઢોલ ત્રાસા, અશ્વ સાથે 3:30 વાગે મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે નગરચર્યા પર ભગવાન શ્રીરામનું ભવ્ય રામ દરબાર ઠક્કર ફળિયા મંદિરથી નીકળી શ્રીરામ યાત્રા ઠક્કરફળીયા, બસ સ્ટેન્ડ, સ્વામી વિવેકાનંદ ચોક, સરસ્વતી ચોક ,રાત્રી બજાર જ્યાંથી પરત ચાર થાંભલા થઈ રેલ્વે સ્ટેશન રોડ થઈ પુનઃ ઠક્કર ફળીયા મંદિર પહોંચશે. આ પૂર્વે સ્ટેશન રોડ વેપારી એસો. સ્ટેશન રોડ યુવક મંડળ દ્વારા રામભક્તો નું ભોજન પ્રસાદીનું આયોજન કરાશે. રામજીની મૂર્તિ ગોધરામાં બનીને તૈયાર થઈ 3 તારીખે સાંજે 6:30 વાગે દાહોદ લવાશે. સરદાર ચોક પડાવ વિસ્તારથી પાલિકા ચોકમાણેક ચોક, બિરસામુંડા ચોક, સરસ્વતી ચોક, સ્વામી વિવેકાનંદ ચોક થઈને ઠક્કર ફળિયા મંદિરે ભગવાનનું નગર પ્રવેશ બાઇક રેલી સ્વરૂપે કરાવવામાં આવશે.