જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે એક સિંહના આકસ્મિક મૃત્યુની ઘટના સામે આવી છે. જેમાં વિસાવદરના પિયાવા ગામે ખુલ્લા કુવામાં ખાબકતા સિંહનું કરૂણ મોત નીપજ્યું છે. જો કે શિકારની શોધમાં સિંહ કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહના મૃતદેહનો કબ્જો લીધો હતો. સૂત્રો અનુસાર વિસાવદર તાલુકાના પિયાવા ગામે ખુલ્લા કુવામાં પડી જતા સિંહનું મૃત્યુ નીપજ્યું હતું. આ મૃતક સિંહની ઉંમર 8થી 9 વર્ષ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગના સ્ટાફએ સિંહના મૃતદેહનો કબ્જો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શિકારની શોધમાં સિંહ કુવામાં ખાબક્યો હોવાનું પ્રાથમિક તારણ દર્શાવીને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.
