57 IPS અધિકારીઓની બદલી સાથે 20 DySPને પ્રમોશન અપાયા.

Ahmedabad Latest

હેડગુજરાતમાં આઇપીએસની બદલી-પ્રમોશનની  કામગીરીની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી હતી. જેમાં અંતે શનિવારે ગૃહવિભાગ દ્વારા આઇપીએસની બદલી અને ડીવાયએસપીને એસપી કક્ષાના પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 57 આઇપીઅસ અધિકારીઓની બદલી અને 20 ડીવાયએસપીને એસપીના  પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જ્યારે હવે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસના પ્રમોશન અને અન્ય ઉચ્ચ પોલીસ  પોલીસ અધિકારીઓની બદલી થશે. જેમાં રાજકોટ, વડોદરા, સુરતના પોલીસ કમિશનર અને તમામ  રેંજના આઇજીનો સમાવેશ  થશે.  રાજ્યમાં આઇપીએસની બદલી અને  ડીવાયએસપીના પ્રમોશનને લઇને છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ચર્ચા પરથી આજે પડદો પડી ગયો છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા 57 આઇપીએસ અિધકારીઓની બદલી અને 20 ડીવાયએસપીના  એસપી કેડરના પ્રમોશનની યાદી જાહેર કરી હતી. જેમાં અમદાવાદમાં ડીસીપી ઝોન 5 અચલ ત્યાગીની બદલી મહેસાણા એસપી તરીકે, ડીસીપી ઝોન-7  પ્રેમસુખ ડેલુને જામનગરના જિલ્લા પોલીસ વડા અને ડીસીપી ઝોન-1 ડૉ. રવિન્દ્ર પટેલને ભાવનગરની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત, લવીના સિન્હાને  ડીસીપી ઝોન-1  તરીકે બદલી કરવામાં આવી છે. જયારે ગાંધીનગર એસપી મયુર ચાવડાની બદલી ગાંધીનગર ઇન્ટેલીજન્સમાં એસ પી તરીકે કરવામાં આવી છે અને તેમના સૃથાને તરૂણકુમાર દુગ્ગલને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે નિમવામાં આવ્યા છે.  આ ઉપરાત,  અમરેલી જિલ્લા  પોલીસ વડા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી તરીકે જવાબદારી સોંપાઇ છે.  આ ઉપરાંત, 20 જેટલા ડીવાયએસપીને એસપી કેડરનું પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે. જેમાં મનજીંતા વણઝારાને પ્રમોશન આપીને એસઆરપીએફ ગ્રુપ-2 અમદાવાદના કમાન્ડન્ટ તરીકે,  ખેડાના ડીવાયએસપી અપિતા પટેલને સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં એસપી તરીકે  અને કાનન દેસાઇને અમદાવાદ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ડીસીપી તરીકે પોસ્ટીંગ અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *