ગોધરા સહિત જિલ્લામાંથી સાંજના 7.45 વાગે આકાશ માં ભેદી અવકાશીય પદાર્થ પસાર થયો હતો.સાંજના અવકાશમાં અગન ગોળા સ્વરૂપે ભેદી અવકાશીય પદાર્થ રોકેટ ગતિએ પસાર થતો જોવા મળ્યો હતો. આકાશમાં રોકેટ ગતિ એ આગ ના ગોળા જેવો પદાર્થ પસાર થતા પ્લેન કેશ કે તારા ખરી પડ્યો હોવાની વાત ઉઠી હતી.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અવકાશીય ઘટનાને લઈને લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. આકાશમાંથી પસાર થતા આગના ગોળા નો લોકોએ વિડિઓ ઉતારીને સોસિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. અચાનક જોવા મળેલી અવકાશીય ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયુ હતું.અવકાશીય પદાર્થ ઉલ્કા,ખરતો તારો કે અન્ય કોઈ પદાર્થ છે હજુ સ્પષ્ટ થયું ન હતું.પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, ઘોઘબા સહિત ગ્રામ્ય વિસ્તારમાં 45 સેકન્ડ સુધી અવકાશીય ઘટના જોવા મળી હતી.દાહોદ શહેરમાં શનિવારની રાતના 8 વાગ્યાના અરસામાં ખગોળીય ઘટના જોઇને સૌ કોઈ આષ્ચર્ય ચકિત થઈ ગયા હતા. શહેરના આકાશમાંથી ઉલ્કાપિંડ પડતી જોવાઈ હતી રોકેટ ની જેમ ધરતી ઉપર આવી રહેલી ચમકદાર ઉલ્કાપિંડ નો નજારો 1 મોનિટ સુધી જોવા મળ્યો હતો. એક મિનિટ બાદ ઉલ્કા ઓલવાઈ ગઈ હતી કે અદ્રશ્ય થઈ ગઈ હતી. આ નજારો જિલ્લાના ગણા ભાગોમાંથી જોવા મળ્યો હતો. ઉલ્કા જિલ્લામાં કયા સ્થળે પડી તે જાણવા મળ્યું નથી. આ ખગોળીય ઘટનાથી આશ્ચર્ય ફેલાયું હતું.