આગામી 10 એપ્રિલે યોજાનાર મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના પ્રાગટય મહોત્સવ પ્રસંગે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંજરી પ્રસાદ માટે એક વિશિષ્ટ આયોજન કરેલ છે. જેમાં પંજરી પ્રસાદ નાઈટ્રોજન પાઉચમાં પેકિંગ કરી શોભાયાત્રા દરમ્યાન તેનુ વિતરણ કરવામાં આવશે. પંજરી પ્રસાદમાં ધાણાનો પાવડર, સાકર, મગતરીના બીજ, ચારોલી, સુકેલ નાળીયેર, ગાયનુ શુધ્ધ ઘી, એલચીનો પાવડર, અખરોટ, કાજુ, બદામ અને પિસ્તા દ્વારા પંજરી પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ પ્રસાદ તૈયાર થયા બાદ ઠાકોરજીને પધરાવ્યા બાદ પ્રસાદ સ્વરૂપે ભકતો તેને આરોગે છે. આ બંને પ્રસંગોએ દરેક મંદિરોમાં પંજરી પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે. સનાતન ધર્મના તમામ ધાર્મિક પ્રસંગોમાં સ્થળ શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ માટે ગંગાજળનો મહિમા રહેલ છે. મર્યાદા પુરૂસોતમ ભગવાન શ્રી રામ ઈક્ષવાકુ વંશના સુર્યવંશિ રાજા હતા અને તે રઘુકુળ નંદન તરીકે પણ પ્રચલિત છે. આ વંશમાં રાજા સગર હતા કપિલમુનીના શ્રાપથી તેઓના તમામ પુત્રો નાશ પામ્યા તેઓના ઉધ્ધાર માટે રાજા ભગીરથે પોતાના પરિવારજનોના મોક્ષ અર્થે અને પૃથ્વીવાસીઓના કલ્યાણ અર્થે ભગવાન શિવજીનુ અઘોર તપ કરી ગંગાનુ પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું ત્યારે ગંગાનો તેજ પ્રવાહ ખાળી શકે એવી શકિત પૃથ્વી પર ન હતી આથી ભગવાન શિવજીને વિનંતી કરતા તેઓએ ગંગાને પોતાની જટામાં સમાવિષ્ટ કરી બંધનમાં લઈ લીધા બાદ તેના પ્રવાહને જગત કલ્યાણ અર્થે જેઠ સુદ દશમના દિવસે મુકત કરવામાં આવ્યો. આ દિવસને ગંગા દશમ તરીકે ઉજવવામાં આવે છે. સર્વ તિર્થ જળમાં ગંગાને અતિ પવિત્ર અને મોક્ષદાતા માનવામાં આવે છે. સનાતન ધર્મના તમામ ધાર્મિક પ્રસંગોમાં સ્થળ શુધ્ધિ અને દ્રવ્ય શુધ્ધિ માટે ગંગાજળનો મહિમા રહેલ છે. મર્યાદા પુરૂસોતમ શ્રી રામજીની શોભાયાત્રા જયારે શહેરના માર્ગો પરથી પસાર થવાની હોય ત્યારે સ્થળ શુધ્ધિ અનિવાર્ય છે તેવી ભાવનાથી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર રામ નવમિ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થશે જેમાં આ પ્રસંગે એક અદભુત કાય શિવજીની પ્રતિમાની જટામાંથી ગંગાનું અવતરણ એક સુવર્ણ કળશમાં કરવામાં આવશે. આ સુવર્ણ કળશમાંથી ગંગાજળ ગૌમુખમાંથી થઈ શહેરના માર્ગો પર વહાવવામાં આવશે અને તે રીતે સ્થળ શુદ્ધિ તથા ઉપરકોટની પ્રતિકૃતિ સમાન કિલ્લામાં રહેલી તોપ દ્વારા પુષ્પવૃષ્ટિ કરી નગરના માર્ગને પવિત્ર બનાવી તેના પરથી ભગવાન રામજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા પસાર થશે. તેવું અનેરૂ આયોજન હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું છે.
Home > Saurashtra > Junagadh > ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં 100 કિલો પંજરી પ્રસાદનું વિતરણ કરાશે.