રિપોર્ટર- ગોવિંદ હડિયા , કેશોદ
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ કાંતીકારી કુટુંબ કથાનો પ્રારંભ થયો છે.બેન્ડ પાર્ટીના સંગાથે પોથીયાત્રા યોજાઈ વેરાવરી માતાજીના મંદિરના સાનિધ્યમાં પાંચ દિવસીય કથાનો સમસ્ત ગ્રામજનો લાભ લેશે. સમાજમાં માતૃશક્તિનું સન્માન તેમજ માવતર પ્રત્યેનો પ્રેમ નિર્માણ થાય તેવી ભાવના સાથે શ્રીમદભાગવત સત્સંગ જ્ઞાનયજ્ઞ મોક્ષ કથા સાથે કાંતીકારી કુટુંબ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. વેરાવરી માતાજીના સાનિધ્યમાં આજથી કથાનો પ્રારંભ થયો છે.પાંચ દિવસ સુધી દરરોજ બપોરે બે થી છ કલાક દરમિયાન કથાનું આયોજન થશે. આજે બેન્ડ પાર્ટીના સંગાથે પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વકતા શ્રી ઉપલેટાવાળા પુજ્ય વિજયભાઈજી કથાનુ રસપાન કરાવી રહયા છે. જેનો સમસ્ત ગ્રામજનો લાભ લઈ રહ્યાછે