રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
કવાંટ તાલુકાના ધનીવાડી ગામ ના પરેશભાઈ ફુલસિંગ ભાઈ રાઠવા ભારત દેશ ની રક્ષા કાજે છેલ્લા 24 વર્ષ અને 24 દિવસ ની ફરજ બજાવી સેવા નિવૃત થઈ પોતાના વતન ધનીવાડી પરત ફરતા તેઓનું કવાંટ ડોન બોસ્કો ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનું સ્વાગત કરવા માટે સૈનિક સંગઠન ના જવાનો, ગામ ના વડીલો ,યુવાનો તેમજ કવાંટ તાલુક પંચાયત અને જિલ્લા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા.કવાંટ ના મામલતદાર અને કવાંટ પી.એસ.આઈ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવાર ના 11.00 કલાકે તેઓ વતન પરત આવતા BSF જવાન પરેશભાઈ રાઠવા ની આરતી ઉતારી , શાલ ઓઢાડી, તેમજ પુષ્પગુચ્છ અને ફૂલો ના હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડોન બોસ્કો ચોકડી પર થી કવાંટ ગામ તેઓની ટીમલી અને ડી.જે ના તાલે શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર તેઓનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. BSF જવાન પરેશભાઈ રાઠવા એ પોતાની સર્વિસ દરમિયાન પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે હું હેડ કોન્સ્ટેબલ ની રેન્ક માં હતો, મારી ભરતી ના દિવસ થી 24 વર્ષ અને 24 દિવસ ફરજ બજાવી સેવા નિવૃત્તિ લઈને વતન માં આવ્યો છું. મને ખબર ન હતી કે ગામ માં મારું આટલું ભવ્ય સ્વાગત થશે અને આવા ભવ્ય સ્વાગત માટે હું મારા સૈનિક સંગઠન , ગામ ના વડીલો યુવાનો નો આભાર માનું છું. મારી 24 વર્ષ અને 24 દિવસ ની ફરજ દરમિયાન એક વર્ષ જોધપુર માં ટ્રેનિંગ કરી હતી ત્યારબાદ ફર્સ્ટ સ્ટેજ સર્વિસ જોઈન્ટ કરી હતી અને બે વર્ષ બારામુલ્લા રહ્યા બાદ પંજાબ આવ્યા અને પંજાબ માં પાંચ વર્ષ સર્વિસ કરી હતી અને છેલ્લા બે વર્ષ માટે કાશ્મીર અને ત્યારબાદ પાંચ વર્ષ બાંગ્લાદેશ, ત્રણ વર્ષ ગુજરાત અને છેલ્લે 6 વર્ષ દિલ્હી માં રહી સેવા નિવૃત્ત થઈ વતન પરત આવ્યો છું.