વડોદરામાં નિર્માણાધીન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મારક ભવનનું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે .રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ડો.આંબેડકર સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિ વડોદરા સાથે જોડાયેલી છે, અને તેને સ્થાપત્યબદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરાના કલ્યાણનગરમાં રૂ.10 કરોડના ખર્ચથી સ્મારક ભવનનું નિર્માણ થઇ રહ્યું છે. અહી અદ્યતન ડિજિટલ પ્રદર્શન, એમ્ફી થિયેટર, સ્તૂપ સહિતની સુવિધાઓ સાથે સ્મારક બનવા જઈ રહ્યું છે. કુલ 3868 ચોરસ મીટરમાં બાંધકામ કરાઈ રહ્યું છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે તજજ્ઞોની સંકલ્પ ભૂમિ સ્મારક મ્યુઝિયમ માર્ગદર્શક સમિતિની રચના કરી છે, જેના માર્ગદર્શનમાં સંકલ્પ ભૂમિ તેમજ મ્યુઝિયમનું નિર્માણ થઇ રહ્યું છે.