ઉનાળા વેકેશનનને લઈ મુસાફરોનો ધસારો વધુ રહેતો હોઈ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોના વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. ચરોતર પંથકમાંથી વિવિધ સ્થળોએ પ્રવાસ કરતા મુસાફરોને વધારાના કોચ જોડાતા તેનો લાભ પ્રાપ્ત થશે. અમદાવાદ ડિવિઝન પરથી ઉપડતી પાંચ જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવામાં આવશે. જે મુજબ અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ૧લી એપ્રિલથી ૨૯મી મે સુધી અને દરભંગાથી ૪થી એપ્રિલથી પહેલી જૂન સુધી એક સેકન્ડ એસી કોચ વધારાનો જોડાશે. અમદાવાદ-વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ૨ એપ્રિલથી અ૩૧મી મે સુધી અને વારાણસીથી ૫ એપ્રિલ થી ૩ જૂન સુધી એક સેકન્ડ એસી કોચ વધારાનો જોડાશે. ભૂજ-બાંદ્રા ટર્મિનસ-ભૂજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ભૂજથી ૧લી એપ્રિલથી ૩૧મી મે સુધી તથા બાન્દ્રા ટર્મિનસથી ૨જી એપ્રિલથી ૧લી જૂન સુધી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે. અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જન શતાબ્દિ એક્સપ્રેસ ટ્ર્નમાં અમદાવાદથી ૧લી એપ્રિલથી ૩૧મી મે સુધી અને એકતા નગરથી ૧લી એપ્રિલથી ૩૧મી મે સુધી બે એસી ચેર કાર કોચ વધારાના જોડાશે. તેવી જ રીતે બાંદ્રા ટર્મિનસ ભૂજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનમાં બાંદ્રા ટર્મિનસથી ૩ એપ્રિલથી ૨૯મી મે સુધી તથા ભૂજથી ૪ એપ્રિલથી ૩૦ મે સુધી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.