આશરે 8 દિવસ બાદ સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરી ધમધમતા થયા છે. રાજકોટ યાર્ડમાં ચણઆની 32 લાખ કિલોની આવક થઈ છે અને મગફળીના 1000થી 1300 રૂપિયાના ભાવ મળ્યા છે. માર્ચ એન્ડિંગના કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં તારીખ 24મી માર્ચથી મિની વેકેશન પડ્યું હતું. ત્યારે આજે 8 દિવસ બાદ રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં કૃષિ પાકોની હરાજી ફરી શરૂ થઈ હતી. રાજકોટમાં 32 લાખ કિલો ચણા ઉપરાંત મગફળી, કપાસ, ઘઉં, મરચા, ધાણા, જીરૂં સહિત તમામ જણસીની આવક ઉપરાંત સફેદ ચણાની પણ આવક થઈ છે. મગફળીના ભાવ અગાઉની માફક રૂપિયા 1,000થી 1,300 પ્રતિ મણના જળવાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યાર્ડ બંધ હોવાથી તેલ મિલોને મગફળીનો શોર્ટ સપ્લાય હવાથી પીલાણ ઘટી ગયાનું તેલ મિલોએ જણાવ્યું હતું પરંતુ હવે મગફળીની આવક જળવાઈ રહેવાની શક્યતા છે.