નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનાને ઘણો પવિત્ર ગણી અહીંયા પૂજન વિધિ અને પરિક્રમાનો મહિમા અનેરો છે. ચૈત્ર મહિમા પંચ કોશી પરિક્રમાની પરિક્રમા થાય છે. જે 7 પેઢીને મોક્ષ આપનારી છે. લાખો ભક્તો આ પરિક્રમા કરવા આવે છે. એ જ રીતે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા રાજપીપલા ખાતે મહાકાળી કાલિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર નવરાત્રીનો મેળો ભરાય છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતા ના મંદિરે પણ ભક્તો જોવા મળે છે સાથે નવરાત્રી દરમ્યાન હરસિદ્ધિ માતાજીનું મંદિર, આશાપુરા માતાનું મંદિર, કેવડિયા નજીક નાના અંબાજી માતાનું મંદિર ભક્તોની ભીડ જામે છે. હાલ કરોના ના કહેર વચ્ચે વહીવટી તંત્ર દ્વારા નર્મદા હરસિધ્ધિ માતાજીનું મંદિર, મહાકાળી કાલિકા માતાજીનું મંદિર સહિતના મોટા મંદિરો કે જ્યાં ભક્તોની ભીડ જામે છે. પરતું બે વર્ષ થી આ મંદિરો અને મોળો બધું બંધ હતું. જે આ વર્ષે મંદિરો અને મેળાઓ બધું ચાલુ રહેતા ભક્તો નું ઘોડાપુર ઉમટશે.