સેંગપુર ગ્રૂપ પ્રાથમિક શાળામાં ગર્લ્સ એજ્યુકેશન શાખા દ્વારા ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત 6થી 8ની તમામ વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી હતી.એડોલેસેન્ટ એજ્યુકેશન અને પોક્સો એક્ટ-2012 આરોગ્ય અને પોષણ વિષય પર વધુ સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશે સમજ અપાઇ હતી. તેમજ શારીરિક પરિવર્તન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથ કન્યાઓ માટે સેનિટરી પેડ શાળામાંથી જ અપાશે. એની અડધી રકમ શાળાના આચાર્યા ડાભી મીરાબેન છગનલાલ આપશે અને અડધી રકમ કન્યાઓ પાસેથી લેવાશે. આમ એક સારી શરૂઆત શાળા કક્ષાએથી થશે. કન્યાઓને બેડ ટચ અને ગુડ ટચ વિશે તાલીમ અપાઇ હતી. શાળાની તમામ શિક્ષિકાઓએ કન્યાઓને શારીરિક સ્વાસ્થ્ય વિશેની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આમ નસવાડી તાલુકાની તમામ શાળાઓમાં પણ આ તાલીમ આપવામાં આવે તો કન્યાઓમાં વધુ જાગૃતતા આવી શકે છે.
