શનિવારે ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તર ભારતમાં નવા વર્ષનો આરંભ થશે, આ વર્ષે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ છે.

Bhavnagar Latest

ચૈત્ર શુદ એકમ શનિવાર તા.2-4-22થી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે.આ વર્ષે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ રહે છે. અખંડ નવરાત્રિ શુભ માનવામાં આવે છે. ભારતીય પંચાગ અનુસાર હિન્દુ ધર્મ અને ભારતિય સંસ્કૃતિમાં ભારતમાં નવા વર્ષનો આરંભ કારતક, ચૈત્ર અને અષાઢ માસથી થાય છે. મોટા ભાગના અને ખાસ કરીને ઉત્તર ભારતમાં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ચૈત્ર માસથી નવા વર્ષનો આરંભ થાય છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇએ જણાવ્યુ હતુ. આપણા ગુજરાતમાં કારતક માસથી અને કચ્છ તથા મારવાડમાં અષાઢ માસથી નવા વર્ષનો આરંભ થાય છે. આપણા ભારત સરકાર દ્વારા પણ પંચાંગ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. અને તેનો આરંભ પણ ચૈત્ર શુદ એકમથી થાય છે. ચૈત્રી નવરાત્રીમાં શકિત (મા જગદંબા)ની ઉપાસના કરવાનુ મહાત્મય છે. શનિવારે સવારે 8 થી 8-30ના સમયમાં ઘટ સ્થાપન કરવુ, ગરબો પધરાવવો, પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસીને સ્થાપન કરી ધીનો દિવો, ધૂપ કરી, માતાજીને સ્નાન કરાવી અબીલ, ગુલાલ, કંકુ, ચંદન અને પુષ્પથી પુજા કરવી.ઓમ ર્હ્મીમ કલીં શ્રી ચામુંડાયે વિચ્યે, યા દેવી સર્વભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ:, ઓમ શ્રી કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ શ્રી મહાલક્ષ્મી પ્રસ્નોસ્તુ માળા કરવી. કાલથી શરૂ થતુ શુભકૃત નામક આ નવુ શાલીવાહન શક સંવત 1944 અને ચૈત્રી સવંત 2079નો પ્રથમ દિવસ છે. આજના દિવસને ગુડી પડવા તરીકે પણ ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *