ગોધરામાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતીને ચેટીચંદ તથા નુતનવર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પ્રતિબંધ હોવાથી છેલ્લા બે વર્ષથી સાદગીપૂર્ણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં ચીઠીયાવાડ, ગીદવાણી રોડ, પાવર હાઉસ, ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ, કલાલ દરવાજા, અંકલેશ્વર મહાદેવ રોડ, બહારપુરા તેમજ બામરોલી રોડ સહિતના ઝુલેલાલ મંદિરોમાં ચેટીચંડની ઉજવણી કરાશે. જેમા મહાઆરતી તથા ભજનકિર્તન યોજાશે. સાંજે વિશાળ શોભાયાત્રા નિકળશે જેમા મોટી સંખ્યામાં લોકો જોડાશે. ચેટીચંડની ઉજવણીનું આયોજન સિંધી સમાજના પ્રમુખ ચિનુભાઇ ઘારસીયાણી તથા ઉપ પ્રમુખ અશોકકુમાર રાવલાણી સહિત સિંધી સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યુ છે. દાહોદ શહેરમાં વસવાટ કરતાં સિંધી સમાજ દ્વારા બે વર્ષ બાદ ચેટીચંદ ની ભવ્ય ઉજવણીના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.સિંધી સમાજ દ્વારા આ વર્ષે બીજી એપ્રિલના રોજ ચેટીચંદ તહેવારમાં અનુલક્ષીને સવારે આઠ વાગ્યે ગોત્રી રોડ સ્થિત જુલેલાલ સોસાયટી માં આવેલા જુલેલાલ મંદિર ખાતે સિંધી લાડ લોહાણા સમાજ તેમજ સિંધી પંચાયત દ્વારા ભેગા મળી ઝુલેલાલ ભગવાનની પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ મહાઆરતી તેમજ પ્રસાદી ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે 4:00 કૈલાશ મિલ રોડ આત્માનંદ સોસાયટી ખાતે ઝૂલેલાલ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નિકળશે ત્યારબાદ સિંધી સોસાયટી થઈ જૂની કોર્ટ રોડ નગરપાલિકા ભગિની સમાજ થઈ દેસાઈવાડ તળાવ ખાતે રાત્રે 10:30 વાગ્યે પૂજાવિધિ બાદ પૂર્ણ કરાશે. જેની તૈયારીઓને લઈને સમાજ દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.